ગરમીમાં વધારો:જૂનાગઢ શહેરમાં વધુ 0.5 ડિગ્રીના વધારા સાથે ગરમી 42 ડિગ્રીએ

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હજુ પણ 43 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચે તેવી શકયતા

જૂનાગઢમાં વધુ 0.5 ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. જોકે, હજુ પણ ગરમીનો પારો ઉંચકાઇને 43 ડિગ્રી સુધી જઇ શકે છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં ગુરૂવાર બાદથી ગરમીમાં સતત થોડો વધારો થતો રહ્યો છે. ગુરૂવારે 39 ડિગ્રી ગરમી રહ્યા બાદ શુક્રવારે 40.5, શનિવારે 41, રવિવારે 41.5 અને સોમવારે 42 ડિગ્રી ગરમી પડી હતી.

દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ ગરમીથી રાહત મળવાના કોઇ એંધાણ નથી. ઉલ્ટાનું ગરમી વધીને 43 ડિગ્રી સુધી જઇ શકે છે. આમ, હજુ પણ આકરી ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને બપોરના સમયે ગરમ લૂં ફેંકાતી હોય લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. આ લૂના કારણે રાત્રીના મોડે સુધી વાતાવરણમાં ગરમાવો રહે છે. ક રાત્રીના 11 કે 12 પછી વાતાવરણમાં ઠંડક અનુભવાય છે.

દરમિયાન સોમવારે લઘુત્તમ 25 અને મહત્તમ 42 ડિગ્રી ગરમી રહી હતી. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 79 ટકા અને બપોર બાદ 23 ટકા તેમજ પવનની ઝડપ 7.5 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...