તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:જૂનાગઢ શહેરમાં ફરી ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

જૂનાગઢ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સવારે ભેજનું પ્રમાણ 88 ટકા, બપોરનાં સમયે અગનવર્ષા

જૂનાગઢ શહેરમાં સવારે ભેજનું પ્રમાણ 88 ટકા હતું અને બપોરનાં સમયે આકાશમાંથી અગનવર્ષા થઇ હતી. જૂનાગઢમાં દિવસનાં મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું. બપોરનાં સમયે રસ્તા પણ ખાલી ભાસતા હતાં. માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી જૂનાગઢમાં ગરમી પડી રહી છે,જેનાથી જનજીવન પ્રભાવીત થયું છે.

શનિવારનાં દિવસે વિચિત્ર તાપમાન રહ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા રહ્યું હતું. પરિણામે લોકો હળવી ઠંડીનો પણ અનુભવ કર્યો હતો. જયારે બપોરનાં સમયે આકાશમાંથી અગનવર્ષા થઇ હતી. બપોરનાં સમયે 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે લોકોએ બપોરનાં સમયે કામ વિના ઘરમાંથી બહાર નિકળવાનું ટાળ્યું હતું.

​​​​​​​કૃષી યુનિવર્સિટીનાં હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, શહેરમાં મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી નોંધાયું હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે 88 ટકા અને બપોરે 16 ટકા રહ્યું હતું. અને પવનની ઝડપ 5.4 કિમીની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો