લોકડાઉન:જૂનાગઢ શહેરમાં વીજ તંત્રે 1500 થી વઘુ ફોલ્ટ દૂર કર્યા

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા દરમિયાન શોટ સર્કિટ ન થાય તે માટે કામગીરી હાથ ધરાઈ

સીટી વીજ કાર્યપાલક ઈજનેર ઉમેશ વસાવાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને વીજળી મળી રહે તે માટે ટીમ કાર્યરત રહે છે. પીજીવીસીએલ ગાંધીગ્રામ, સેન્ટ્રલ, સેટેલાઇટ અને જીઆઇડીસી સબ ડિવિઝન કાર્યરત છે. પીજીવીસીએલ ડિવિઝન હેઠળ 96 ટેકનીકલ સ્ટાફ અને 19 અધિકારીઓ મળી કુલ 115 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છેતા.23 માર્ચથી થયેલ લોકડાઉનથી તા.22 મે સુધીમાં પીજીવીસીએલ દ્રારા 1561 જેટલા ફોલ્ટ અટેન્ડની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે ફિડર મેઇન્ટેનેન્સના 28, ફોલ્ટ ટ્રાન્સફોર્મર રીપ્‍લેસમેન્ટના 7 અને 37 કિલોમીટરમાં હાઇટેન્શન લાઇન મેન્ટેન્સ, 24 લો ટેન્શન લાઇન મેન્ટેન્સ અને 307 ટ્રાન્સફોર્મર મેન્ટેન્સ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જુદા જુદા ટ્રસ્ટ લાઇટીંગના 526 કનેક્શન, નાના મોટા ઉદ્યોગોના કનેક્શન 23,836, ઘર વપરાશનાં કનેક્શન 95,687 જ્યારે વોટર વર્કસ અને પ્રાઇવેટ સોસાયટીના 1320 કનેક્શન છે.

અન્ય સમાચારો પણ છે...