તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યુઅલ બેઠક:જૂનાગઢ અને ગીર સોમનાથ આયોજન મંડળની બેઠકોમાં 21 કરોડના 950 વિકાસ કામ મંજૂર કરાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ખાતે મળેલ બેઠક - Divya Bhaskar
જૂનાગઢ ખાતે મળેલ બેઠક
  • વિકાસ કામો ગુણવત્તાવાળા સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરાઈ

સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્‍લા આયોજન મંડળની બે જુદી જુદી વર્ચ્‍યુલ બેઠકો પ્રભારી મંત્રી જયેશ રાદડીયાની વર્ચ્‍યુલ હાજરીમાં મળી હતી. બંન્‍ને બેઠકોમાંથી જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.11.34 કરોડના 545 જેટલા વિકાસકામો મંજૂર કરાયા છે. જયારે ગીર સોમનાથ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.9.82 કરોડના ખર્ચે 404 જેટલા વિકાસ કામો મંજૂર કરાયા છે.

બંન્‍ને બેઠકોમાં પ્રથમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને પ્રવાસન રાજય મંત્રી જવાહરભાઇ ચાવડાની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રી રાદડીયાએ વર્ષ 2018-19, વર્ષ 2019-20, વર્ષ 2020-21 ના કામોની સમીક્ષા કરવાની સાથે મંજુર કરેલ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને વિકાસકામોની ગુણવત્તા જાળવવા અઘિકારીઓને તાકીદ કરી હતી. વિકાસકામોનું અમલીકરણ અધિકારીઓ દ્વારા સમયસર થાય અને વહીવટી મંજુરી, પ્લાન્ટ એસ્ટીમેન્ટ બનાવવા સ્થળ પર સમય મર્યાદામાં કામો શરૂ કરાવી પુર્ણ કરાવવા પર ભાર મુક્યો હતો.

જિલ્લા આયોજન મંડળ દ્વારા ગ્રામ્ય વિસ્તારના કામો મંજુર કરવામાં આવે છે. આ વિકાસકામો ગ્રામજનો માટે ખુબ અગત્યના હોય છે. જેથી આ કામો સમયસર શરૂ ન કરનાર અધિકારીઓના ખુલાસા પુછવાની સાથે સતત રીવ્યુ લેવા રહેતા ઉચ્‍ચ અઘિકારીઓને સુચના આપી હતી. આ બેઠકમાં જૂનાગઢ જી.પં.ના પ્રમુખ શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય દેવાભાઇ માલમ, ભીખાભાઇ જોષી, હર્ષદભાઇ રીબડીયા, ડીડીઓ મીરાંત પરીખ, આયોજન અધિકારી રમેશ ગંભીર, અઘિક કલેકટર ડી.કે.બારીયા સહિત તાલુકાકક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધીકારીઓ હાજર રહયા હતા.

ગીર સોમનાથ ખાતે મળેલ બેઠક
ગીર સોમનાથ ખાતે મળેલ બેઠક

બીજી બેઠક ગીર સોમનાથ સેવા સદન ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રભારી મંત્રી જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં જિલ્લામાં વર્ષ 2021-22 માટે આયોજન હેઠળ રૂ.9.82 કરોડના ખર્ચે 404 વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ તકે મંત્રી રાદડીયાએ આયોજનના કામોની સમીક્ષા કરતા જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં બાકી રહી ગયેલા વિકાસના કામો ઝડપી પુર્ણ કરવા પર ભાર મુક્યો હતો. આ બેઠકમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા, ભગવાનભાઈ બારડ, જી.પં.ના પ્રમુખ રામીબેન વાજા, કલેકટર આર.જી.ગોહીલ, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, અધિક કલેકટર એસ.જે.ખાચર, આયોજન અધિકારી ભાવનાબા ઝાલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...