તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જૂનાગઢમાં ફર્નીચરના ધંધાર્થીએ આપેલી રકમ પરત માંગતા યુવાને સરાજાહેર છરી ભોંકી દીધી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાંઝરડા ચોકડીએ ચા પીવા ભેગા થયેલા ત્યારે બનાવ બન્યો

જૂનાગઢમાં ગઈકાલે સાંજે ઝાંઝરડા ચોકડી પાસે ઉછીના આપેલા નાણાની ઉઘરાણી કરતા એક યુવાન પર ખામધ્રોળના એક શખ્સએ છરી વડે હુમલો કરીને પગમાં છરી ઝીકીને નાસી ગયા હતો. જે અંગે વેપારી યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુમિતે ઉશ્કેરાઈને છરી કાઢીને જયદીપને ડાબા પગના સાથળમાં મારી

જૂનાગઢ શહેરમાં શાંતેશ્વર રોડ ઉપર રહેતા અને ફર્નીચરનો ધંધો કરતા જયદીપ મનસુખભાઈ વ્યાસ (ઉ.વ.29) એ ખામધ્રોળના સુમિત રબારી નામના શખ્સને રૂ.8,500 રૂપિયા આપ્યા હતા. જેથી ગઈકાલે સાંજે જયદીપ ઝાંઝરડા ચોકડીએ ચા પીવા ચાલીને ગયેલો ત્યારે સુમિત મળી જતા તેની પાસે આપેલા પૈસાની ઉઘરાણી કરતા સુમિતે ઉશ્કેરાઈને છરી કાઢીને જયદીપને ડાબા પગના સાથળમાં છરીનો ઘા ઝીકીને નાસી ગયો હતો. ત્યારબાદ જયદીપે મિત્રને ફોન કરીને બોલાવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાંથી જયદીપએ ફરીયાદ આપતા બી ડીવીઝન પોલીસએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...