ઓનલાઈન છેતરપિંડી:જૂનાગઢમાં આર્મીમેનની ખોટી ઓળખ આપી અજાણ્યા શખ્સ દ્વારા ઠગાઈ કરાઈ, એક યુવકે 19000 રૂપિયા ગુમાવ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોન-પેમાંથી પેમેન્ટ કરવા કહી છેતરપિંડી આચરવામા આવી

જૂનાગઢમાં જોશીપરામાં રહેતા યુવાને એક વસ્તુ વેંચવા માટે ઓનલાઇન મૂકી હતી. આ વસ્તુનો ઓર્ડર આપવા માટે એક શખ્સે આમીમેનની ઓળખ આપી યુવાનના ખાતામાંથી 19 હજારથી વધુની રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે યુવાને બી ડીવીઝન પોલીસને અરજી કરેલ જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જોશીપરા વિસ્તારમાં રહેતા હાર્દિક મુકેશભાઈ જાદવે જાન્યુઆરી 21 માં પોતાના ફેસબુક આઈડી પર ગ્લુ ગન વસ્તુ વેચવા મુકી હતી. જેમાં નેહા નામના આઈડીમાંથી ગ્લુ ગનની પૂછપરછ માટે મેસેજ આવ્યો હતો. બાદમાં ફોન નંબર આપતા 30 ગ્લુ ગનનો ઓર્ડર આપ્યો હતો. આ શખ્સએ આર્મી મેન વિક્કી પટેલની ઓળખ આપી હતી. આ પૈસા ફોન પે એપ્લિકેશન થી આપવા જણાવ્યુ હતુ.

અજાણ્યા શખ્સે હાર્દિકને કહ્યું હતું કે, હું એક કોડ મોકલુ છું. જેમાં પહેલા પાંચ રૂપિયા કપાશે બાદમાં ઇન્ડિયન આર્મીના સ્વાઇપ ડિપાર્ટમેન્ટ ડબલમાંથી પૈસા જમા થશે. આથી હાર્દિકના ખાતામાંથી પાંચ રૂપિયા કપાયા બાદ દસ રૂપિયા જમા થયા હતા. બાદમાં હાર્દિકે બે હજાર મોકલ્યા હતા. ત્યારે ફરી બે હજા૨ અને 900 રૂપીયા મોકલ્યા હતા. આમ કુલ તેના ખાતામાંથી 19,460 રૂપીયા કપાઈ ગયા હતા. આ અંગે તેણે અરજી આપી હતી.જેના આધારે બી ડીવીઝન પોલીસે સંતોષ નામના અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...