• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Junagadh, A Team Of 181 Rescued A Pregnant Woman Who Was Suffering From In laws Before Committing Suicide By Jumping Into The Dam.

સરાહનીય કામગીરી:જૂનાગઢમાં સાસુ-સસરાથી ત્રસ્ત સગર્ભાને ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરે તે પૂર્વે 181 ની ટીમએ બચાવી લીધી

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભા સાથે સાસુ-સસરા અવારનવાર ઝઘડા અને સંભળામણી કરતા હોવાથી કંટાળી ગયેલ
  • અભયમની ટીમએ સગર્ભાનું કાઉન્સેલીંગ કરી અલગ રહેવા મુદે સંમતિ કરવી સમાધાન કરાવ્યુ

જૂનાગઢમાં રહેતી એક સગર્ભા મહિલા સાસુ સસરાના ત્રાસથી આપઘાત કરવાનું નક્કી કરી વીલિંગડન ડેમ જઈ રહી હતી. જે અંગે અભયમ હેલ્પલાઇનને જાણ થતા ટીમએ દોડી જઈ સગર્ભા આત્મહત્યા કરે તે પુર્વે બચાવી લઈ કાઉન્સેલીંગ કરી સમાધાન કરાવ્યુ હતુ.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ શહેરમાં રહેતી એક સગર્ભા મહિલાને તેના સાસુ- સસરા સાથે અવાર-નવાર નાની-નાની બાબતોમાં તથા ઘરકામ કરવા બાબતે ઝગડા થતા હતા. જેમાં તેના સાસુ- સસરા અપશબ્દો બોલીને સંભળામણી કરતા હતા. દરમ્યાન ગઈકાલે ફરી ઝગડો થતા મહિલા તેના સંબંધીના ઘરે જતી રહી હતી. ત્યાં તેના સંબંધીએ તેમને સમજાવેલ પરંતુ મહિલા તેમના સાસુ- સસરાના ત્રાસથી કંટાળી ગઇ હોવાથી તેઓ તેમના સંબંધીના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી વિલિગ્ડન ડેમમાં આત્મહત્યા કરવા નીકળી ગઈ હતી. જેની સંબંધીઓને જાણ થતા તેઓ મહિલાને શોધવા નીકળેલ ત્યારે મહિલા રસ્તામાં મળી આવતા તેને સમજાવવા 181 મહિલા અભયમ હેલ્પાલાઇનની જાણ કરી મદદ માંગી હતી.

જેથી 181 ટીમના ફરજ પરના કર્મચારી કાઉન્સેલર પ્રિયંકા ચાવડા, મહિલા પોલિસ ઉજાલાબેન ખાણિયા અને પાઈલોટ ઉમંગભાઈ સ્થળ ઉપર પહોંચી સગર્ભા મહિલાનું સ્થળ ઉપર કાઉન્સેલીગ કરીને આત્મહત્યા ન કરવા સમજાવી હતી. બાદમાં મહિલાને તેના સાસુ-સસરા દ્વારા હેરાનગતી કરાતી હોવાનું જણાવતા કાયદાકીય કાર્યવાહી કરવા સલાહ આપી હતી. પરંતુ મહિલા કોઈ કાર્યવાહી કરવા માંગતી ન હોવાથી તેમના પતિ દ્વારા કોઈ હેરાનગતિ ના હોય જેથી તેઓ તેમના સાસુ-સસરાથી અલગ રહેવા માંગતા હતા. આથી મહિલાને સાસરે લઈ જઈન તેમના પતિ તથા સાસુ સસરાને સ્થળ પર કાઉન્સેલીગ કરીને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવ્યા હતા. મહિલાના પતિ મહિલા સાથે અલગ રહેવા રાજી હોય અને તેના સાસુ-સસરાને તેમનો દિકરો અને વહુ અલગ રહે તેનાથી કઈ પ્રશ્ન ન હોવા મુદ્દે સમાધાન થયુ હતુ. આમ 181 ટીમએ જાણ થતા ત્વરીત કરેલ સતર્ક કામગીરીથી એક સાથે બે જીવ બચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...