દુષ્કર્મ:જૂનાગઢમાં સાવકા પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢમાં સાવકા પિતાએ પોતાની સગીર વયની પુત્રી સાથે તેની મરજી વિરૂદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી જાતીય સતામણી કરતા સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ, જૂનાગઢના ગોધાવાવની પાટીમાં કબ્રસ્તાનની ઓરડીમાં રહેતી અને હાલ શીશુમંગલ સંસ્થામાં રખાયેલી એક સગીરાએ પોતાના સાવકા પિતા હાજીભાઈ નુરમહમદભાઈ હિંગોરજા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છેકે, પોતે સાવકા પિતા સાથે રહેતી હતી ત્યારે તેણે પોતાના પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવની તપાસ એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...