તપાસ:જૂનાગઢમાં તું મારી પત્નીની છેડતી કરે છે કહી યુવાનના માથામાં પાઇપ ઝીંકયો

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વંથલીના બોડકા ગામે નોકરી પરથી આવતી યુવતી’ની છેડતી
  • 6 ટાકા આવ્યાં, 1 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતા તપાસ હાથ ધરાઈ

જૂનાગઢમાં રહેતાં એક યુવાન પર પીવીસીના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઈજા પહોંચી હતી અને એક શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે વંથલી તાલુકાના બાવાજીના બોડકા ગામે નોકરી કરી પરત ફરતી યુવતીની છેડતી થઈ હોવાની ફરિયાદ વંથલી પોલીસમાં દાખલ થઈ હતી. જૂનાગઢમાં રહેતાં મુકેશ જીવરાજભાઈ ખાંભલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,મુકેશભાઈ બીલેશ્વર મહાદેવ મંદિરથી પૂજા અર્ચના કરી ઘરે પરત જતા હતા

ત્યારે પાસે જ રહેતાં જીજ્ઞેશ બહાદુરભાઈએ આવી કહ્યું હતું કે તું મારી પત્નીની છેડતી કેમ કરે છે બાદમાં ગાળો ભાંડી હતી અને પીવીસીના પાઈપ વડે મુકેશ પર હુમલો કર્યો હતો જેથી માથાના ભાગે છ ટાકા આવ્યા હતા અને હુમલો કરનાર શખ્સ વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.જ્યારે અન્ય એક બનાવમાં વંથલી પંથકના બાવાજીના બોડકા ગામે રહેતી એક યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ,યુવતી નોકરી પરથી પરત આવતી હોય ત્યારે મહેશ મગનભાઈ વાઘેલા નામના શખ્સે પીછો કર્યો હતો અને સામે મળ્યો ત્યારે કહ્યું હતું કે તારો શુ વિચાર છે જેથી મુકેશ વિરૂદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...