જૂનાગઢમાં સગર્ભા પર દુષ્કર્મ:નગ્ન ફોટા પાડી વાઇરલની ધમકી આપી બળાત્કાર કર્યો, પીડિતાના જેલમાં રહેલા પતિને છૂટવા ન દેવાની ધમકી પણ આપી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢની એક સગર્ભાના કપડાં ઉતરાવી તેના ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપી એક શખ્સે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. પિડીતાનો પતિ જેલમાં હોઇ તેને છૂટવા ન દેવાની ધમકી પણ આરોપીએ આપી હતી.

જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે રહેતી એક 22 વર્ષીય પરિણીતાનો પતિ જેલમાં છે. આથી મધુરમ બાયપાસ પાસેજ બાલાજી એપાર્ટમેન્ટ નજીક રહેતા મીત સોંદરવાએ એકાદ મહિના પહેલાં તેને ઘેર જઇ તેના પતિને જેલમાંથી છૂટવા ન દેવાની ધમકી આપી તેના કપડાં ઉતારી ફોટા પાડી લીધા હતા. બાદમાં એ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બનાવ અંગે પરિણીતાએ મીત સામે સી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નિકાહની લાલચ આપી દુષ્કર્મ
કેશોદની એક 34 વર્ષીય યુવતીએ લગ્ન માટે મેરેજ બ્યુરો મારફત મુરતિયાનો શોધખોળ કરી હતી. જેમાં તેને વેરાવળના વસીમ ઓસમાણ મેમણનો સંપર્ક થયો હતો. વસીમે તેનાથી પોતાના લગ્નની વાત છૂપાવી અવારનવાર જુદા જુદા સ્થળે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે, યુવતીને એક વાર પોતે પરિણીત હોવાનું કહી આપણા સમાજમાં બે લગ્નની છૂટ હોય છે. એમ કહી તને બીજી પત્ની બનાવીને રાખીશ એવી લાલચ આપી હતી. અને બાદમાં તેને તરછોડી દીધી હતી. અને સમાજમાં પણ બદનામ કરવાનું શરૂ કર્યું હતું. આથી યુવતીએ વસીમ સામે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...