તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જૂનાગઢમાં એકજ રાત્રે મંદિર અને દરગાહમાંથી દાનપેટી ચોરાઇ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે ધર્મસ્થાનોને નિશાન બનાવ્યા

જૂનાગઢના માલીવાડા રોડ પર આવેલા એક શિવમંદિરમાં ગત તા. 3 ઓગષ્ટની રાત્રે એક શિવ મંદિરના તાળા તોડી તસ્કરોએ ત્રાંબાના નાગદેવતા, પિત્તળની નાની ગળતી, દિવી, આરતી, નાનું ત્રિશૂળ, ટકોરી અને દાન પેટીની રોકડ રાખવાની ટીનની નાની ડબરીમાંથી રૂ. 30 મળી આશરે રૂ. 3,500 ની મત્તાની ચોરી થયાની ફરિયાદ મંદિરની બાજુમાંજ રહેતા પિયુષભાઇ અમૃતલાલ ચાવડાએ એ ડિવીઝન પોલીસમાં નોંધાવી છે. જ્યારે જેલની પાછળના મુલ્લા હોજ કબ્રસ્તાનની સામે એજ રાત્રે એક દરગાહમાંથી તસ્કરોએ દાનપેટીમાંથી રૂ. 300, તેલનો શીશો, અને બાજુમાં આવેલી લાકડાની લાટીમાંથી લોખંડના તોલા, લાકડા કાપવાનું ઇલેક્ટ્રીકનું મશીન મળી કુલ રૂ. 5,500 ની માલમત્તાની ચોરી કર્યાની ફરિયાદ બાજુમાંજ રહેતા રફીકભાઇ આજમભાઇ શેખે એ ડિવીઝન પોલીસમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...