તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજમાં રૂકાવટ:જૂનાગઢમાં એક કાર ચાલકે દંડ ના ભરી પોલીસને ધમકી આપી, રસ્તા પર સૂઈ જઈ તમાશો કર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ

જુનાગઢ તાલુકા પોલીસના કર્મચારીએ ટ્રાફિકને અડચણરૂપ પડેલ કારના ચાલક પાસેથી કાગળો માંગેલ જે ન હોવાથી દંડ ભરવાનું કહેતા મહિલા સહિત બે શખ્સોએ પોલીસ કર્મીને અપશબ્દો ભાંડી ફરજમાં રૂકાવટ કરી હતી. તેમાંથી એક શખ્સ તો પોલીસને ગાળો આપી માથુ અથડાવી રોડ પર સુઈ જઈ તમાશો કરતો હોવાથી તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં શેરીના ખામધ્રોળ રોડ વિસ્તારમાં રહેતા અરમાન ઈબ્રાહીમ સીડા તથા ઈર્શાદ ઈકબાલ સમાએ તાલુકા પોલીસ સ્ટેશન બહાર દરવાજા પાસે અડચણરૂપ કાર રાખી હતી. આથી પોલીસ કર્મચારી દીપકભાઈ બાબુભાઈએ લાયસન્સ તથા ગાડીના કાગળ માંગ્યા હતા. પરંતુ તે ન હોવાથી દંડ ભરવા કહ્યું હતું. જેને લઈ બંન્નેએ ઉધ્ધતાઈ પૂર્વક વર્તન કરી ગાળો આપવા લાગેલ હતા.

આ સમયે અરમાને પોતાની મેળે માથુ ભટકાવી જાહેર રોડ પર સુઈ જઈ ટ્રાફિકજામ કરી તમાશો કર્યો હતો. બાદમાં પાછળથી મેમુદાબેન ઈબ્રાહીમ સીડાએ આવી ગાળો કાઢી હતી અને ઈર્શાદે મોબાઈલમાં વીડિયો ઉતારી પોલીસકર્મીને મારી નાંખવા તેમજ સસ્પેન્ડ કરાવી દેવા ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે પોલીસકર્મી દીપકભાઈ બાબુભાઈએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...