ચેકીંગ:જૂનાગઢમાં એમઆરપી કરતા વધુ ભાવ લેતા 7 વેપારી દંડાયા

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમઆરપી કરતા વધુ ભાવ વસુલ કરતા વેપારી સામે ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે ચેકીંગની કામગીરી હાથ ધરી આવા 7 વેપારી પાસેથી 14,000નો દંડ વસુલ કર્યો છે. આ કામગીરીથી વધુ ભાવ પડાવનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, લોક ડાઉનમાં છુટછાટ અપાયા બાદ પાન, માવા, સિગારેટ, ગુટખાના વેપારીઓ પેેકેટમાં છાપેલા ભાવ કરતા વધુ ભાવ લઇ રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં ટીમ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એમઆરપી કરતા વધુ કિંમત વસુલતા હોવાનું જાણવા મળતા આવા કુલ 7 વેપારી સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન સરકારે આપેલી સત્તાના રૂએ 7 વેપારી પાસેથી ગુન્હા માંડવાળ કરવાની 14,000ની ફિ પણ વસુલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...