તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત આજે નવા 43 કેસ નોંધાયા, 17 ડીસ્‍ચાર્જ કરાયા, શહેરમાં આજથી રાત્રિ કફર્યૂનો અમલ શરૂ

જૂનાગઢ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 4,324 લોકોને રસી આપવામા આવી
 • વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં સ્‍વૈચ્છિક લોકડાઉન
 • સાંજે 7 પછી એસટી બસ શહેરમાં નહીં પ્રવેશે

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 43 કેસ નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં 21, જૂનાગઢ ગ્રામ્‍યમાં 4, વંથલીમાં 3, કેશોદમાં 4, માણાવદરમાં 4, માળીયામાં 3, વિસાવદરમાં 2, મેંદરડામાં 2 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં 17 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 1 લાખ 84 હજાર 432 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જયારે આજે વઘુ 4,324 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

જૂનાગઢમાં રાત્રી કર્ફયુના લીઘે બંઘ બજાર
જૂનાગઢમાં રાત્રી કર્ફયુના લીઘે બંઘ બજાર

જુનાગઢમાં સંપૂર્ણ કર્ફ્યુની કડક અમલવારી

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારે 20 શહેરમાં રાત્રી કર્ફયુનો જાહેરાત કરી છે. જેમાં જૂનાગઢ શહેરમાં પણ કોરોનાનું નોંઘપાત્ર રીતે સંક્રમણ વઘી રહયુ હોવાથી આજથી રાત્રી કર્ફયુની કડક અમલવારી તંત્રએ કમ્‍મર કસી હતી. શહેરના તમામ રસ્‍તાઓ અને પોઇન્‍ટો પર પોલીસ બંદોબસ્‍ત તૈનાત કરી દેવામાં આવેલ છે. આજે રાત્રી કર્ફયુના પ્રથમ દિવસે જ અમલવારીના રાત્રીના 8 વાગ્‍યાની એક કલાક પહેલા જ પોલીસ સ્‍ટાફ દ્રારા પેટ્રોલીંગ વાન થકી જૂનાગઢની તમામ બજારોમાં પેટ્રોલીંગ કરી વેપારીઓને સમયસર દુકાનો બંઘ કરવા અપીલ કરી હતી.

જેની સામે વેપારીઓએ સહકારરૂપી વલણ દાખવી પોતાના ઘંઘા-રોજગાર સમયસર બંઘ કરી દીઘા હતા. આમ, જૂનાગઢની બજારોમાં રાત્રીના 7 વાગ્‍યાથી ચહલ પહલ વઘી હતી અને 8:30 વાગ્‍યા બાદ સન્‍નાટાનો માહોલ જોવા મળતો હતો. રાત્રી કર્ફયુની કડક અમલવારી માટે મસમોટો પોલીસ કાફલો પણ જૂનાગઢ શહેરમાં જુદા-જુદા સ્‍થળે તૈનાત કરી દેવામાં આવેલ છે.

સાંતલપુર ગામમાં આઠ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

વંથલી તાલુકામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વઘી રહયુ હોય તેમ અગાઉ ટીકર અને ઘંઘુસર ગામમાં સ્‍વૈચ્‍છીક લોકડાઉન જાહેર કરાયુ હતુ. ત્‍યારબાદ વઘુ એક જૂનાગઢ જીલ્‍લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામ પંચાયત દ્વારા આઠ દિવસનું સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરાયુ છે. સાંતલપુર ગામમાં કોરોના સંક્રમણ ફેલાતા સાતથી વઘુ પોઝીટીવ કેસ આવેલ હોવાની પરિસ્‍થ‍િતિને ઘ્‍યાને લઇ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

આઠ દિવસના લોકડાઉન દરમ્‍યાન ગામમાં સવારે 8 થી 9 અને સાંજે 6 થી 7 એમ એક-એક કલાક બજારો ખુલ્લી રહેશે તેવું જાહેર કરાયુ છે.ગામમાં આ સિવાયના સમયગાળા દરમ્‍યાન કોરોનાના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ ફરિયાદની ચીમકી આપી લોકો ચુસ્તપણે નિયમોનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો