તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલીમ અપાઇ:જુનાગઢમાં 40 લોકોએ યોગ ટ્રેનર બનવાની નિઃશુલ્ક તાલીમ મેળવી

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 30 દિવસની યોગ તાલીમ પૂર્ણ થતા દિક્ષાંત સમારોહ યોજાયો

જૂનાગઢની એસટી કોલોની સામે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર બનવા માટેની વિના મુલ્યે તાલીમ આપવામાં આવી હતી. જેમાં પ્રથમ બેચની 30 દિવસની યોગ ટ્રેનર બનવાની તાલીમ પૂર્ણ થતા તા.31 ને રવિવારે દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ યોગ ટ્રેનરની તાલીમ લેનાર હિનાબેન વિરડાએ જણાવ્યું કે, યોગ તાલીમથી મને નવું જીવન મળ્યું છે. સામાન્ય રીતે મહિલાઓ ઘર કામમાં વ્યસ્ત હોય પરંતુ મારે કંઇક કરવું હતું તે માટે મને આ યોગ તાલીમની જાણ થઇ એટલે તુરંત યોગાચાર્ય પ્રતાપભાઇ થાનકીનો સંપર્ક કર્યો અને તાલીમ મેળવી છે. આ યોગ તાલીમની સાથે જીવન વિશે પણ ઘણું શીખવા મળ્યું છે.

આ તાલીમ કાર્યક્રમમાં 40 લોકોએ 30 દિવસની યોગ તાલીમ મેળવી છે. ત્યારે હવે તે પણ અન્ય લોકોને તાલીમ આપી શકશે. સરકાર આ તાલીમ વર્ગમાં યોગાચાર્ય પ્રતાપ થાનકી દ્વારા યોગના વિવિધ આશન તથા કરતબોની તાલીમ આપી હતી. આ દિક્ષાંત સમારોહમાં ઓફબીટ ગૃપના સભ્યો દ્વારા સંગીત અને ગીતોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઇ પંડ્યા અને આભારવિધી એમ.ડી.ચૌહાણે કરી હતી.

આ કાર્યક્રમમાં અગ્રણી વિનુ અમીપરા, યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, યોગાચાર્ય પ્રતાપભાઇ થાનકી, અતુલભાઇ ગણાત્રા, દિલીપભાઇ પરમાર સહિતનાઓએ યોગસાધકોને ખેસ પહેરાવી સન્માનીત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો