ચોરી:જૂનાગઢમાં દોઢ મહિનાના સમયગાળામાં ફ્લિપકાર્ટમાંથી ગ્રાહકોએ મંગાવેલ રૂ.4.79 લાખની કિંમતના 37 મોબાઈલો ચોરાયા

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇકાર્ટ હબ સેન્ટરમાં શોટીંગ દરમિયાન 45 પૈકીના કોઈ ડીલીવરી બોયએ ચોર્યા હોવાની શંકા ફરીયાદમાં વ્યક્ત કરાઈ
  • પોલીસે અજાણ્યા ડીલીવરી બોય સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવારો સમયે ગ્રાહકોએ ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી મંગાવેલા 37 મોબાઈલ કિ.રૂ.4.79 લાખના ચોરી થયાની ફરીયાદ ઇકાર્ટ કંપનીના અધિકારીએ પોલીસમાં નોંધાવી છે. જેમાં જૂનાગઢમાં ઇકાર્ટ હબ સેન્ટરમાં કામ કરતા 45 ડીલેવરી બોય સામે શંકા દર્શાવી હોવાથી પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં મોતીબાગ સામે આવેલ સેવન સીઝ નામના કોમ્પ્લેક્ષમાં ફ્લિપકાર્ટની ટાઈઅપ કંપની ઇકાર્ટના હબ સેન્ટરના મેનેજર અમરદીપસિંહ વનરાજસિંહ ઝાલાએ ફરીયાદમાં જણાવેલ કે, ફ્લીપકાર્ટ સાથે તેની કંપનીને ગ્રાહકોએ મંગાવેલ માલ-સામાનની ડીલેવરી કરવાનું ટાઈપ છે. ગત તા. 1 ઓક્ટોમ્બરથી તા.12 ડીસેમ્બર 2021 દરમિયાન જુદા જુદા ગ્રાહકોએ ઓનલાઈન મોબાઈલની ખરીદીઓ કરી હતી.

જે મોબાઈલો અમદાવાદથી તેમની જૂનાગઢ ખાતેની ઓફીસે આવ્યા હતા. એ સમયે અહી શોર્ટિંગ દરમિયાન 45 ડિલિવરી બોય પૈકી કોઈ ચોરી ગયાનું માલુમ પડ્યું હતુ. જ્યારે 37 પાર્સલની ડીલેવરી ન થઈ હોવાનું જણાતા તેની તપાસ કરતા આ સમયગાળા દરમિયાન તેમને ત્યાં કામ કરતા 45 ડીલિવરી બોય પૈકી કોઈએ 36 પાર્સલમાં આવેલ રૂ. 4 લાખ 79 હજાર 230ની કિંમતના 37 મોબાઈલની ચોરી થઈ હોવાનું જણાયુ હતુ. જેથી આ મામલે લેખિતમાં ઇકાર્ટ કંપનીના અધિકારીએ ફરીયાદ નોંધાવતા અજાણ્યા ડિલિવરી બોય સામે ગુનો નોંધી સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...