તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય:જૂનાગઢમાં 181 મહિલા હેલ્પલાઇનને 6 માસમાં મદદ માટે 317 કોલ આવ્યાં, 188 કેસનું સ્થળ પર સમાધાન કરાવ્યું

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 90 મહિલાને સંસ્થામાં રીફર કરી કેસ સમાધાન કરાયું

જૂનાગઢ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા છેલ્લા 6 માસમાં 317 મહિલાઓની મદદે પહોંચી છે. જેમાં 188 કેસોનું સ્થળ પર જ સમાધાન કરાયું છે. જ્યારે 90 મહિલાને સંસ્થામાં રીફર કરાઇ હતી. તે ઉપરાંત 32 મહિલાના કેસમાં પોલીસ સ્ટેશનની મદદ લેવી પડી છે.

પીડીત મહિલાઓની મદદ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા 181 મહિલા હેલ્પલાઇન અભિયમ શરૂ કરવામાં આવી છે. 181 ટીમ દ્વારા સ્થળ પર જઇ મહિલાની મદદ કરે છે. જૂનાગઢ 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર કાજલબેન કોલડીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢની મહિલાઓને મદદ મળી રહે તે માટે ફોન આવતા કાઉન્સેલર, કોન્સ્ટેબલ સાથે સ્થળ પર પહોંચી મહિલાની મદદ કરવામાં આવે છે. છેલ્લા 6 માસમાં 317 કેસમાંથી 188 કેસના સ્થળ પર જ સમાધાન કરવામાં આવ્યા છે. જ્યારે 90 મહિલાને સંસ્થામાં રીફર કરવામાં આવી છે. તે ઉપરાંત 32 મહિલાના કેસમાં પોલીસ સ્ટેશનની મદદ લેવી પડી હોવાનું જણાવ્યું હતું.

પીડીત મહિલાએ સાસુ-સસરા દ્વારા હેરાનગતિ થતા 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધેલી
181 મહિલા હેલ્પલાઇનને એક કોલ આવેલ હતો. પીડીતાને મહિલાના સાસુ-સસરા હેરાન કરે છે. તેથી 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર કાજલબેન કોલડીયા મહિલા કોન્સ્ટેબલ ઉમલાબેન ખાણીયા સાથે મહિલાની મદદે 181ની ટીમ તુરંત પહોચી જાણકારી મેળવી હતી. પીડીત મહિલાના સાસુ-સસરા મનફાવે તેવું વર્તન કરતા હોય અને દરરોજ અપશબ્દો બોલતા હોય તેથી મહિલાએ 181માં કોલ કરીને મદદ મેળવેલી હતી. તેથી ટીમ 181 દ્વારા બન્ને પક્ષોનું કાઉન્સેલીંગ કરેલ અને પ્રાથમિક કાયદાકીય માહિતી આપી તેથી બન્ને પક્ષ વચ્ચે સમજાવટથી સમાધાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...