તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન્સ ડે સ્પેશિયલ:જૂનાગઢમાં 181 ના અરૂણાબેને 5 વર્ષમાં 20 મહિલાને મોતનાં મુખમાંથી બચાવી

જૂનાગઢ7 મહિનો પહેલાલેખક: નિમીષ ઠાકર
  • કૉપી લિંક
  • બીજી મહિલાનું જીવન પાટે ચઢાવીને મોટિવેટ થતા જૂનાગઢ 181 ના અરૂણાબેન

વાત છે મહિલાઓ માટેની હેલ્પલાઇન 181 અભયમમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અરૂણાબેન કોલડિયાની. 5 વર્ષથી તેઓ 181 ની ટીમમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવે છે. સાથી મહિલા કર્મીઓ તેમને અરૂણાદીદી તરીકે ઓળખે છે. તેમણે આ 5 વર્ષમાં જુદા જુદા કારણોસર આપઘાત કરવા જતી 20 મહિલાના જીવ બચાવ્યા છે. તેઓ કહે છે, હું આ સેવામાં જોડાઇ ત્યારે શરૂઆતમાં માનસિક અસ્થિર અને રખડતી ભટકતી આવી ચઢેલી પરપ્રાંતિય મહિલાઓને તેના સગાંઓ સુધી પહોંચાડવી એ સૌથી અઘરું કામ હતું. કારણકે, તેઓની ભાષા ન સમજાય, ક્યાંથી આવી, નામ શું, આ બધું જાણવું એ મોટો પડકાર હતો. પણ સમય જતાં હવે એ જાતનું ઘડતર હતું એમ લાગે છે.

અરૂણાબેન કહે છે, આજે હવે મારા માટે સૌથી પડકારજનક કામ હોય તો એ લગ્નેત્તર સંબંધોમાં જ્યારે બે મહિલા વચ્ચેનો ઝઘડો થાય એનો ઉકેલ લાવવાનું છે. એક પક્ષે મદદ માંગનાર મહિલા કાયદેસરનો હક્ક માંગતી હોય છે. તો સામે પક્ષે પણ મહિલા જ હોય છે. એમાં જ્યારે એ પાત્ર વિધવા કે ત્યક્તા હોય તો કામ વધુ કપરું બને. અમારે કોઇને અન્યાય ન થાય એનું ધ્યાન રાખવા સાથે કાયદા પ્રમાણે ઉકેલ લાવવાનો હોય છે.

આવા સંજોગોમાં પુરૂષનું જ કાઉન્સેલીંગ કરવું પડે. બાદમાં તેને 2-4 વખત કાઉન્સેલીંગ કરવું પડે. ઘણીવાર કેસને સખી વન સ્ટોપ સેન્ટરને રીફર કરવો પડે. થોડીવાર એમ થાય કે, આ ખુબ અઘરું છે. પણ અમે તેની ટ્રેનીંગ્ લીધી હોય છે. પણ એકંદરે આ કામમાં અમને વેતન કરતાં કોઇનું જીવન બગડતું અટકાવ્યાનો, કોઇનું ઘર તૂટતું બચાવ્યાનો કે કોઇને ત્રાસમાંથી મુક્તિ અપાવ્યાનો જે આત્મસંતોષ મળે એ અમારામાં ગર્વની લાગણી જન્માવી દે.​​​​​​​

નાની દિકરીને બચાવીએ ત્યારે ખુબ સંતોષ થાય
તો કોઇ નાની વયની દિકરીને પ્રેમપ્રકરણમાં ફસાઇ હોય એમાં તેને સાચી હકીકતનું ભાન કરાવીએ અને તે માની જાય ત્યારે તેના માતા-પિતાના જે આશીર્વાદ મળે એનાથી અમને ખુબ સંતોષ મળે. અમને રીતસરનું લાગે કે, અમારું જીવન સાર્થક થઇ ગયું.

જેની વચ્ચે સમાધાન કરાવ્યું હોય એજ મદદરૂપ બને
ઘણીવાર તો એવું બને કે, અમે પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હોય પછી એજ વિસ્તારમાં ફરી અમારે જવાનું થાય ત્યારે તેઓજ અમારી મદદે આવીને કેસ ઉકેલવામાં મદદ કરે.

અન્ય સમાચારો પણ છે...