ઉપયોગી વસ્તુ:જૂનાગઢમાં 1 વર્ષમાં 15 હજાર ઈંઢોણીનું થાય છે વેચાણ

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમા માત્ર 3થી 4 રૂપિયામાં ઘાસ અને પ્લાસ્ટીકની ઇંઢોળી મળી રહે છે. - Divya Bhaskar
જૂનાગઢ શહેરમા માત્ર 3થી 4 રૂપિયામાં ઘાસ અને પ્લાસ્ટીકની ઇંઢોળી મળી રહે છે.
  • ઘાસમાંથી ઈંઢોણી બનાવવાની પ્રાચિન કળા
  • ભાર ઉપાડવામાં માથે ન ખૂંચે એ માટે ઉપયોગમાં લેવાતી ઈંઢોણી

પ્રાચિન કાળથી લય ભૂતકાળ સુધી ઈંઢોણી જનજીવનમાં ખૂબ ઉપયોગી રહી છે. જેનો ઉલ્લેખ લોકગીતોમાં પણ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઈંઢોણીનો ઉપયોગ વધુ જોવા મળે છે. મહિલાઓ લાકડાની ભારી, પાણી ભરેલું માટલું કે બેડું માથે રાખી માથામાં ખૂચે નહિ તે હેતુથી ઈંઢોણીનો ઉપયોગ કરતી હતી. વર્તમાન સમયમાં ઈંઢોણી શહેરમાં ભાગ્યે જ જોવા મળે છે ત્યારે જૂનાગઢની દુકાનોમાં હજુ પણ ઈંઢોણીનું વેચાણ થઇ રહ્યું છે. 

ઉપયોગ - નોરતામાં માતાજીના ગરબા રાખવા મહિલાઓ ખરીદી કરે છે.  - ઈંઢોણીને મોતીથી મઢી લગ્ન પ્રસંગમાં  ઉપયોગ થાય છે.  - ગ્રામ્ય વિસ્તારોમાં પાણી નું બેડું ઊંચકવા મહિલાઓને ઉપયોગી થાય છે.

ગ્રામ્ય વિસ્તારના લોકો સૌથી વધુ ખરીદી કરે છે ગ્રામ્ય વિસ્તારના લોકો સૌથી વધુ ઈંઢોણી નો ઉપયોગ કરે છે. દર વર્ષે 10થી 15 હજાર ઈંઢોણીનું વેચાણ થાય છે. સામન્ય દિવસોમાં 500થી 1 હજાર ઈંઢોણી નું વેચાણ થાય છે. ઉનાળામાં અને નોરતામાં વેચાણ વધુ થાય છે.  - ગોરધનભાઈ રામચંદાની, વેપારી

અન્ય સમાચારો પણ છે...