તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને નાથવા વેકસીન બજારમાં આવી જતા હવે લોકોમાં મહામારીનો ભય ઓછો થઇ રહયો છે. તેની અસર ઘાર્મીક અને ફરવા લાયક સ્થળોએ લોકોની વઘી રહેલ ચહલ પહલથી ખ્યાલ આવે છે. ત્યારે અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરે જાન્યુઆરી માસમાં 4 લાખથી વઘુ ભાવિકોએ આવી શીશ ઝુકાવી ઘન્યતા પ્રાપ્ત કરી છે. તો આ જ માસમાં આવેલ પ્રજાસતાક પર્વની રજાના ચાર દિવસોમાં 88 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ મંદિરે આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
કોરોના કાબુમાં આવી રહયાની સાથે તેને નાથવા ચાલી રહેલ વેકસીનેશનના કારણે લોકોમાં મહામારીનો ભય ઘટી રહયો છે. તો બીજી તરફ જનજીવન માટે જરૂરી એવી એસટી, ખાનગી બસોની તથા રેલ્વેની સેવાઓ અગાઉની માફક પુન: ચાલુ થઇ રહી છે. જેના કારણે રાજયોના ઘાર્મીક અને ફરવા લાયક સ્થળોએ લોકોની ચહલ પહલ પણ નોંઘપાત્ર રીતે વઘતી જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં પૂર્ણ થયેલ જાન્યુઆરી માસમાં જગવિખ્યાત સોમનાથ મંદિરની મુલાકાતે આવેલા ભાવિકોની સંખ્યા નોંઘનીય રહી છે. જે અંગે માહિતી આપતા સોમનાથ મંદિરના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, પુર્ણ થયેલ જાન્યુઆરી માસમાં 4,37,747 ભાવિકોએ સોમનાથ મંદિરે આવી મહાદેવને પ્રત્યક્ષ રીતે શીશ ઝુકાવેલ છે. આ માસમાં ખાસ 26 મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વે આવેલ જાહેર રજાના ચાર દિવસમાં જ 88 હજારથી વઘુ ભાવિકો સોમનાથ મંદિરે આવ્યા હોવાનું નોંઘાયુ છે. સોમનાથ મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓની ગણતરી કેમેરા અને કોમ્યુટરની સીસ્ટમ થકી ચોકસાઇથી કરવામાં આવે છે.
અનલોકમાં પ્રતિમાસ સોમનાથ આવેલા ભાવિકોની સંખ્યાઅત્રે નોંઘનીય છે કે, કોરોના મહામારીના કારણે ઘણા સમય સુઘી સોમનાથ મંદિર બંઘ રહયા બાદ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ જુન-2020 થી મંદિરના દ્રાર ભાવિકો માટે ખોલવામાં આવેલ હતા. ત્યારથી લઇ અત્યાર સુઘીમાં સોમનાથ મંદિરએ આવેલા ભાવિકોની સંખ્યા આ મુજબ રહી છે. જેમાં જુનમાં 57,488, જૂલાઇમાં 1,03,093, ઓગષ્ટમાં 1,60,000 સપ્ટેમ્બરમાં 1,01,312, ઓકટોમ્બરમાં 1,43,235, નવેમ્બરમાં 3,50,640 ડીસેમ્બરમાં 2,81,696 અને જાન્યુઆરીમાં 4,38,747 જેટલા ભાવિકો સોમનાથ મંદિરે આવેલ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.