તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટીને વધારાની આવક:હોળી, ધૂળેટીમાં એસટીને 9.61 લાખની વધારાની આવક થઇ

જૂનાગઢ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દાહોદ, ગોધરાના મજૂરો માટે વધારાની બસો દોડાવાઇ
 • 5 દિવસમાં કુલ 93 ટ્રીપ, 4,287 મુસાફરોને મળ્યો લાભ

જૂનાગઢ એસટી વિભાગે હોળી, ધૂળેટીના તહેવારને લઇને એકસ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું જેમાં 9,61,248ની વધારાની આવક મેળવી છે. આ અંગે એસટીના ડિવીઝનલ ટ્રાફિક કન્ટ્રોલર રજની પિલવાઇકરે જણાવ્યું હતું કે, દાહોદ, ગોધરા,રાધનપુર, કવાંટ તરફના મજૂર વર્ગના લોકોને હોળી, ધૂળેટીના તહેવારમાં પોતાના વતન જવા મળે તે માટે એસટીના ડિવિઝન કન્ટ્રોલર જી.ઓ. શાહના માર્ગદર્શનમાં વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

દરમિયાન 7 દિવસમાં કુલ 93 ટ્રીપ કરી 45,563 કિમીનું સંચાલન કર્યું હતું. આ સંચાલન થકી કુલ 4,287 મુસાફરોને પોતાના વતનમાં પહોંચાડ્યા છે. આમ, 7 દિવસના અ વધારાના સંચાલન થકી એસટીએ 9,61,248 રૂપિયાની વધારાની આવક થવા પામી છેે. કોરોનાના કારણે શિવરાત્રી અને પરિક્રમાનો મેળો ન થવાથી એસટી વિભાગને કેટલીક ખોટનો સામનો કરવો પડયો હતો. જો કે, હાલ મોટાભાગના રૂટ કાર્યરત થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો