જૂનાગઢની ગીતાનગર સોસાયટી, લાલબાગ પાછળ રહેતા મધુબેન કાન્તીભાઈ વેકરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ એક અજાણ્યા વ્યકિતએ મધુબેનને કહ્યું હતું કે, તમારા દિકરા ઘનશ્યામભાઈ વેકરીયાનું કુરીયર આવ્યું છે. એમ કહેતા મધુબેન ઘરની બહાર આવતા જ આ અજાણ્યા શખ્સે ડેલીની બહારથી લોખંડની ગ્રીલમાંથી હાથ નાંખી મધુબેનના ગળામાંથી સોનાની તુલસીના પારા વાળી માળા આશરે એક તોલાની કિંમત રૂપિયા 30,000ની ગળામાંથી જોટ મારી ખેંચી લીધી હતી. જેના કારણે મધુબેનનું માથુ દિવાલ સાથે અથડાયું હતું. જેથી ઈજા પણ પહોંચી હતી.
આ બનાવમાં એક અજાણ્યા આશરે 40 વર્ષનાં શખ્સ વિરૂદ્ધ મધુબેને સી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં સી-ડિવીઝન પીએસઆઇ જે.જે.ગઢવી અને ગુના શોધક શાખાનાં સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી રાજકોટ તરફ હોવાની માહિતી મળતા તેને ઝડપી લઇ તેની પાસેથી સોનાની માળા 30 હજાર, મોટર સાયકલ 30 હજાર અને મોબાઇલ ફોન 10 હજારનો કબજે કર્યો હતો. આરોપી કિશોર ઉર્ફે અજય મોહન પુજાભાઇ માછી વડોદરાવાળ સામે ગુજરાત અને રાજસ્થાનમાં ચિલઝડપનાં 30 ગુના નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.