તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિંહબાળની હત્યા અને વધુ સિંહ બાળના શિકાર કરવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. એવા સમયે સિંહપ્રેમીઓને મોજ પડી જાય તેવા ર્દશ્યો જૂનાગઢ ખાતે થોડા સમયથી શરૂ થયેલા ગીરનાર નેચર સફારી પાર્કમાંથી સામે આવ્યા છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં વહેલીસવારે સૂર્યના કિરણો વચ્ચેથી પસાર થતા 9 સિંહણ અને 2 સિંહ મળી કુલ 11 સાવજો એક સાથે લાઇનબંઘ વોકીંગ કરતા હોય તેવા ર્દશ્યો નિહાળી પ્રવાસીઓ રોમાંચિત થઇ ઉઠ્યા છે.
સોરઠમાં પ્રવાસનને વેગ મળી રહે તે હેતુસર જૂનાગઢના ગરવા ગીરનારમાં રોપ-વે ની શરૂઆત કરાવ્યા બાદ ગત તા.26 મી જાન્યુઆરી પ્રજાસતાક દિનથી ગીરનારના જંગલમાં સિંહ દર્શન માટેની નેચર સફારીની શરૂઆત કરી છે. હજુ આ સફારીને વીસેક દિવસ જ થયા છે તો બીજી તરફ ગીરનાર નેચર સફારી પાર્કમાં 50થી વધુ સિંહોનો વસવાટ છે. આ સિંહો જંગલ વિસ્તારમાં મુક્ત વાતાવરણમાં ફરતા જોવાનો એક અદભુત લ્હાવો છે. જેના માટે ગીરનાર નેચર સફારીની શરૂઆત કરવામાં આવી છે.
દરમિયાન આ નેચર સફારીની સફરે ગયેલા પ્રવાસીઓએ એક અદભુત ર્દશ્ય નિહાળી કેમેરામાં કેદ કર્યુ છે. જેમાં સફારીના પાતુરણ વિસ્તારમાં રસ્તા ઉપર સુર્યના કિરણોની સાથે સાથે સામેથી ચાલીની એકસાથે 11 સિંહોને નિહાળવાનો લ્હાવો મળયો હતો. 11 સિંહોમાં 2 નર સિંહ અને 9 સિંહણ હતી. જંગલના રાજા સિંહ-સિંહણ એક સાથે વોકીગ (લટાર) મારતા મારતા પાણીના પોઇન્ટ પર પહોંચી તરસ બુજાવવા પાણી પીતા હોય તેવા ર્દશ્યો નિહાળવાનો લ્હાવો પ્રવાસીઓને મળ્યો હતો. ભાગ્યે જ જોવા મળતા આવા ર્દશ્યો ગઇકાલે ગીરનારની નેચર સફારીની સફરે ગયેલા રાજકોટ જીલ્લાના ઉપલેટના એક પ્રવાસી પરિવારને મળ્યો હતો. આ પરિવારએ રોમાંચ કરી દે તેવી 11 સિંહ-સિંહણની એક સાથે લટારના ર્દશ્યો પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીઘા હતા.
આ કેદ કરાયેલા ર્દશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય જે નિહાળી સિંહપ્રેમીઓ પણ રોમાંચિત બની ગયા છે. તો આ વીડિયો જોયા પછી સિંહો જંગલના રાજા છે અને રહેશે તેવા ઠાઠ સમો નજારો હોવાનું સિંહપ્રેમીઓ જણાવી રહયા છે. અત્રે નોંધનીય છે કે, ગત અઠવાડીયે ત્રણેક વખત જંગલના રાજા સિંહ નેચર સફારીના રીસેપ્શન સ્થળ અને જૂનાગઢની હોટલમાં લટાર મારતો જોવા મળ્યો હતો. ત્યારબાદ નેચર સફારીમાં એક સાથે 11 સિંહોના વોકીગનો નજારો જોઇ પ્રવાસીઓ સિંહ દર્શનનો અનેરો લ્હાવો લઇ રહ્યા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.