જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે ગુજરાતની સૌપ્રથમ જય જગન્નાથની કથા યોજાઇ રહી છે. આ કથાના વક્તા એવા ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ જણાવ્યું હતું કે, રતિદાદા ગિરનાર તિર્થક્ષેત્રના અઘોષિત, અયાચક સાધક હતા. ત્યારે તેમને કૃતજ્ઞતા અર્પવા હું આ કથા કરી રહ્યો છું. જગન્નાથજીનું પ્રથમ સ્વરૂપ ઇન્દ્રનીલ મણી, બીજું નીલમાધવ, ત્રીજું બ્રહ્મા દ્વારા પ્રતિષ્ઠાન અને ચોથું કાષ્ઠ સ્વરૂપ છે.
ગિરનાર અનેક સાધકોની સાધનાથી સમૃદ્ધ રહ્યો છે જેમાં પરશુરામ ભગવાનથી લઇને કાશ્મીરી બાપુ જેવા અનેક ભગવંતોની સાધના સ્થિર થયેલી છે. કથા દરમિયાન મુકતાનંદ બાપુ, શેરનાથ બાપુ, પિયુષબાવા,મહેશગિરી બાપુ સહિતના સંતોની ઉપસ્થિતી રહી હતી. ઉપરાંત પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક પરિવાર સમેત ઉપસ્થિત રહ્યા હતા તેમજ કિરીટભાઇ પટેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી વગેરેની પણ ઉપસ્થિતી રહી હતી.
દરમિયાન 7 મે સુધી દરરોજ સાંજના 3 થી 6:30 સુધી યોજાઇ રહેલી કથાનો ભાવિકોને લાભ લેવા વિશાલભાઇ જોષી, હિમાંશુભાઇ જોષી, વર્ષાબેન ભટ્ટ તેમજ ચંદ્રિકાબેન રતિલાલ જોષી પરિવારે અનુરોધ કર્યો છે. કથાને સફળ બનાવવા નીશાબેન, સેજલબેન, ચિત્રાબેન જોષી, ઇશાન ભટ્ટ, કશ્યપ જોષી, મિહીર જોષી, યજત જોષી, પદ્મજા જોષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.