ગીરનાર સ્પર્ધા:ગીરનાર સ્પર્ધામાં 1 થી 10 વિજેતાનો સમય વધ્યો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ રેકોર્ડ બનાવવા પ્રેક્ટીસ ઉપરાંત કેટલીક ટેક્નિક પણ જરૂરી

ગીરનાર સ્પર્ધામાં વર્ષો પહેલાં કાનજી ભાલિયાએ 55 મીનીટ 33 સેકન્ડ સાથે રેકોર્ડ બનાવ્યો પછી થોડાજ વર્ષોમાં ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો સ્ટાર્ટીંગ પોઇન્ટ લંબે હનુમાનની જગ્યાથી આગળ વધીને મંગલનાથની જગ્યા સુધી લંબાવાઇ ગયો. આથી એનો રેકોર્ડ તોડવો હવેના સ્પર્ધકો માટે મોટો પડકાર હતો. આ પડકાર મેં ઝીલ્યો હતો અને સ્ટેટ નહીં પણ નેશનલ લેવલની સ્પર્ધામાં વધેલા અંતર સાથે 55 મીનીટ 31 સેકન્ડમાં ગીરનાર સ્પર્ધા પૂરી કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, એ સ્પર્ધા નેશનલ લેવલની હોઇ સ્ટેટ લેવલનો કાનજી ભાલિયાનો રેકોર્ડ તો હજુ અતૂટ જ છે. એમ નેશનલ રેકોર્ડ હોલ્ડર હરી મજીઠિયાનું કહેવું છે.

પોતાની રેકોર્ડ બનાવવાની પ્રેક્ટીસ વિશે તે કહે છે, અમારે વધારે મહેનતની જરૂર હતી. એટલે એ સેકન્ડોને કાપવા ચઢતી વખતે ચાલવાને બદલે એક પછી બીજું પગથિયું મૂકી સીધા ત્રીજા પગથિયે પગ મૂકતા. વળાંકને ક્રોસથી કાપતો એ રીતે મેં 38 મીનીટમાં અંબાજી સુધી પહોંચવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો. એમાં 1500 પગથિયાં સુધી શ્વાસ વધુ ચઢે. પછી ખુલ્લી હવા મળે એટલે 2200 પગથિયાં સુધી શ્વાસ નોર્મલ થઇ જાય. એ દરમ્યાન ચઢવાની સ્પીડ વધારી દેતો. અને જૈન દેરાસર પછી એકદમ સીધું ચઢણ છે. ત્યાં વધુ શ્વાસ ચઢે. પણ એ સહન કરી લેતો. અને અંબાજીના પોઇન્ટે સીક્કો મારી દે પછી ઉતરતી વખતે તો સહલાઇ રહે એટલે શ્વાસ પાછો નોર્મલ થઇ જાય. ઉતરવામાં એકસાથે 4 થી 5 પગથિયાંનો જમ્પ લેતો. એ રીતે 17 મીનીટ 31 સેકન્ડ સુધીમાં મંગલનાથ સુધી પહોંચ્યો.

આ બધી પ્રેક્ટીસ 15 થી 25 દિવસની રહેતી. સ્ટેટ અને નેશનલ બંને સ્પર્ધાના આગલા દિવસે પ્રેક્ટીસમાં રેસ્ટ લઇ લેતો. પણ એ સિવાય હું સૌરાષ્ટ્ર યુનિ.ની 5 અને 10 કિમીની એથ્લેટીક્સ માટે પ્રેક્ટીસ કરતો એમાં રોજ 6 થી 7 કિમી દોડવાનું રહેતું.

આજે હરી મજીઠિયા જૂનાગઢમાં વનવિભાગના ખોડિયાર રાઉન્ડ થાણે ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. અને સાથે આગામી દિવસોમાં રાઉન્ડ ફોરેસ્ટરની ભરતીની તૈયારી પણ કરે છે. તે કહે છે, અમે ભાગ લેતા ત્યારે 1 થી 10 ક્રમાંકના વિજેતાનો સમય 56 થી લઇને 59 મીનીટ સુધીનો રહેતો. જે હવે માં 1 થી 5 ક્રમાંકનો રહે છે. અને આ વખતે તો બીજા ક્રમાંકે 1 કલાકથી વધુ સમય લીધો છે. આની પાછળ પ્રેક્ટીસનો અભાવ જવાબદાર છે.

અન્ય સમાચારો પણ છે...