તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચુંટણી જંગમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થયેલ ત્યારે જિલ્લા પંચાયતની 28 બેઠકો, છ તાલુકા પંચાયતની 128 અને ચાર નગર પાલિકાઓની 128 બેઠકો પર કુલ 1,018 ઉમેદવારી ફોર્મો ભરાયા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્રો ચકાસણી અને પરત ખેંચવાના બે દિવસ દરમ્યાન 276 ફોર્મ રદ અને પરત ખેચાતા કુલ 742 ઉમેદવારો મેદાનમાં રહયા છે. હવે જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે.
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવા, ચકસાણી અને પરત ખેંચવાનો ધમધમાટ આજે પુર્ણ થયો છે. જેથી કંઇ ચુંટણીમાં કંઇ બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્પષટ થયુ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો માટે કુલ 112 ઉમેદવારી ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી 8 રદ થયેલ જયારે 21 ફોર્મ પરત ખેંચાતા હાલ 83 ઉમેદવારો મેદાનમાં રહયા છે. જયારે જીલ્લાની 6 તાલુકા પંચાયતમાં સ્પષ્ટ થયેલ ચિત્ર મુજબ વેરાવળ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે 90 ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી 8 રદ થયેલ જયારે 26 ફોર્મ પરત ખેંચાતા હાલ 57 ઉમેદવારો મેદાનમાં છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે 50 ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી 3 રદ થયેલ જયારે 3 ફોર્મ પરત ખેંચાતા હાલ 44 ઉમેદવાર મેદાનમાં છે. તાલાલા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે 64 ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી 8 ફોર્મ પરત ખેંચાતા હાલ 56 ઉમેદવાર મેદાનમાં છે. કોડીનાર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો માટે 123 ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી 9 રદ થયેલ જયારે 45 ફોર્મ પરત ખેંચાતા હાલ 69 ઉમેદવાર મેદાનમાં છે. ગીરગઢડા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે 77 ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી એક પણ ફોર્મ રદ કરે પરત ન ખેંચાતા 77 ઉમેદવાર મેદાનમાં છે. ઉના તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો માટે 78 ફોર્મ ભરાયેલ છે. જેમાંથી 3 રદ થયેલ જયારે 14 ફોર્મ પરત ખેંચાતા હાલ 61 ઉમેદવાર મેદાનમાં છે.
વેરાવળ-પાટણ પાલિકાની 44 બેઠકો માટે 168 ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી 44 રદ થયેલ જયારે 6 ફોર્મ પરત ખેંચાતા 118 ઉમેદવારો મેદાનમાં છે. ઉના પાલિકાની 36 બેઠકો માટે 90 ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી 6 રદ થયેલ જયારે 33 ફોર્મ પરત ખેંચાતા 51 ઉમેદવારો મેદાનમાં છે. તાલાલા પાલિકાની 24 બેઠકો માટે 76 ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી 9 ફોર્મ રદ થતા 67 ઉમેદવારો મેદાનમાં છે. સુત્રાપાડા પાલિકાની 24 બેઠકો માટે 93 ઉમેદવારી ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી 26 રદ થયેલ જયારે 4 ફોર્મ પરત ખેંચાતા 63 ઉમેદવારો મેદાનમાં રહેલ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.