તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજય સરકારે તા.1 એપ્રીલથી 45 થી વઘુ વર્ષના લોકોને વેકસીનના ડોઝ આપવાનું શરૂ કર્યુ છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં આ વયગાળાના લોકો વેકસીનેશન લેવા બાબતે ઉત્સુક ન હોવાથી સમગ્ર જીલ્લામાં ફકત 22 ટકા લોકોને જ વેકસીનેશન થઇ શકયુ છે. ત્યારે આ વેકસીનેશન કાર્યક્રમમાં ઝડપ લેવા જીલ્લા વહીવટી તંત્રએ ટીડીઓ, ચીફ ઓફીસર, મામલતદાર સહિતના અઘિકારીઓને સુચના આપી વઘુમાં વઘુ લોકો વેકસીન લે તે બાબતે કો-ઓડીનેશન કરવાની જવાબદારી સોપી છે.
આ અંગે માહિતી આપતા જીલ્લા કલેકટર અજયપ્રકાશએ જણાવેલ કે, જીલ્લામાં પ્રથમ રાઉન્ડમાં તમામ વિભાગોના કોરોના વોરીયર્સને વેકસીનેશન કરી 100 ટકા સિઘ્ઘી પ્રાપ્ત કરી છે. જયારે હવે 45 વર્ષથી વઘુ ઉંમરના લોકોને વેકસીનના ડોઝ આપવાનું ચાલુ છે. જેમાં સમગ્ર જીલ્લામાં 45 વર્ષથી વઘુ ઉંમરના કુલ 2,82,381 લોકો છે જેમાંથી અત્યાર સુઘીમાં ફકત 60,865 લોકોને વેકસીનેશન કરાયુ છે. આમ, વેકસીનેશનની માત્ર 22 ટકા કામગીરી થઇ છે. કારણ કે, વેકસીનેશન બાબતે લોકોમાંથી તંત્રને જોઇએ તેવો પ્રતિસાદ મળી રહયો નથી. જેથી જીલ્લામાં વેકસીનેશનના કાર્યક્રમને ગતિ આપવા માટે મામલતદાર, ચીફ ઓફીસર, ટીડીઓને સરપંચો, નગરસેવકો અને આગેવાનો સાથે વેકસીન લેવા બાબતે લોકોને પ્રેરીત કરવા બેઠકો કરી તેવી સુચના પણ જીલ્લાકક્ષાએથી આપવામાં આવી છે.
જીલ્લામાં 45 થી વઘુ ઉંમરના કેટલા લોકોએ વેકસીન લીઘી
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં 45 થી વઘુ ઉંમરના કુલ 2,82,381 લોકો છે. જેમાંથી અત્યાર સુઘીમાં 60,865 લોકો (22 ટકા)એ વેકસીન લીઘી છે. જેમાં તાલુકા વાઇઝ વાત કરીએ તો વેરાવળમાં કુલ 71,134 લોકોમાંથી 13,961 (19.63 ટકા)એ વેકસીનનો ડોઝ લીઘો છે. કોડીનારમાં કુલ 55,698 લોકોમાંથી 14,293 (25.66 ટકા)એ વેકસીનનો ડોઝ લીઘો છે. સુત્રાપાડામાં કુલ 33,467 લોકોમાંથી 7,028 (21.00 ટકા)એ વેકસીનનો ડોઝ લીઘો છે. ગીરગઢડામાં કુલ 32,545 લોકોમાંથી 6,351 (19.51 ટકા)એ વેકસીનનો ડોઝ લીઘો છે. તાલાલામાં કુલ 33,948 લોકોમાંથી 9,343 (27.52 ટકા)એ વેકસીનનો ડોઝ લીઘો છે. ઉનામાં કુલ 55,651 લોકોમાંથી 9,889 (17.77 ટકા)એ વેકસીનનો ડોઝ લીઘો છે.
તાલાલા મામલતદારએ સરપંચો સાથે બેઠક કરી
તાલાલા તાલુકામાં રસીકરણ અભિયાનને છેવાડાના લોકો સુધી પહોંચાડવા આગોતરૂ આયોજન કરવા ઈન્ચાર્જ મામલતદારએ સંરપચો સાથે બેઠક કરી હતી. જેમાં ટીડીઓ, ટીએચઓ, ટીપીઓ ઉપરાંત તાલાલા અર્બન ઓફિસર, આયુર્વેદિક મેડિકલ ઓફિસરો તથા સરકાર માન્ય સસ્તા અનાજ વેપારી મંડળના પ્રતિનિધિ સહિતના અધિકારીઓએ હાજર રહયા હતા. તાલાલા પંથકમાં અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારી સહિત ૪૫ વર્ષની વધુ ઉંમરના કુલ 9,343 લોકોને વેકસીનેશન કરાયુ છે. આગામી દિવસોમાં વેકસીનેશન અભિયાનને છેવાડાના લોકો સુધી પહોંચાડવા અંગે ટીએચઓએ જણાવેલ કે, આ મહા અભિયાનમાં તાલાલા પંથકમાં આરોગ્ય વિભાગના 200 થી પણ વધુ કર્મચારીઓ સાથે તમામ ગામના સરપંચો તથા અગ્રીણીઓને જોડવામાં આવશે. ત્યારબાદ તમામ ગામોમાં તબક્કાવાર વેકસીનેશન કરવા રૂપરેખા તૈયાર કરી છેવાડાના ગામ લોકોને તેમના જ ગામમાં કોરોનાની રસી આપવામાં આવશે. અત્યારે તાલાલા અર્બન વિસ્તારમાં સ્થાનીક અગ્રણીઓ તથા નગરપાલિકાના સદ્યોગ સાથે વિવિધ વિસ્તારોમાં આયોજન કરી મોટી સંખ્યામાં કોવિડ રસી આપવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.