તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Gir Somnath District, The Problem Of People Not Allocating Adequate Amount Of Vaccine Increased, Most Of The Centers Remained Closed Today.

રસી માટે રઝળપાટ:ગીર સોમનાથ જિલ્લામાં વેક્સિનનો પૂરતો જથ્થો ના ફાળવતા લોકોની મુશ્કેલી વધી, આજે મોટાભાગના સેન્ટર બંધ રહ્યા

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેકસીન સેન્ટર બહાર રાહ જોતા મજુર વર્ગના લોકો - Divya Bhaskar
વેકસીન સેન્ટર બહાર રાહ જોતા મજુર વર્ગના લોકો
  • જિલ્લામાં સરેરાશ 100 સામે આજે ફક્ત પાંચ જ સેન્ટર ચાલુ રહેતા લોકોને ધરમના ધક્કા થયા

ગીર સોમનાથમાં વેકસીનના ડોઝનો જથ્‍થો ઉપલી કક્ષાએથી નિયમિત જરૂરીયાત મુજબ ન ફાળવાતો હોવાથી સમગ્ર જીલ્‍લામાં વેકસીન લેવા ઇચ્‍છના લોકોને ઘકા ખાવા પડી રહયા છે. જીલ્‍લામાં દરરોજ સરેરાશ 100 વેકસીન સાઇટો ચાલુ હોવા સામે આજે માત્ર પાંચ જ વેકસીનેશન સેન્‍ટરો ચાલુ છે. વેકસીન માટે થઇ રહેલ ઘકકાથી લોકો તંત્ર સામે રોષ ઠાલવતા જણાવે છે કે, અમારે પેટ ભરવા મજુરીએ જવુ કે રસી લેવા ઘકકા ખાવે ? તંત્રએ અમોને એક જ ઘકકામાં રસી મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવી જોઇએ તેવી માંગણી કરી રહયા છે.

તા.21 જુનથી મોટા ઉપાડે ઓન સ્‍પોટ રજીસ્‍ટેશન સાથે વેકસીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવી રાજય સરકાર લોકોને વેકસીન લેવા માટે મસમોટી જાહેરાતો સાથે અપીલ કરે છે. પરંતુ સ્‍થાનીક કક્ષાએ જરૂરીયાત મુજબના વેકસીનના ડોઝ ન ફાળવતા હોવાથી લોકોને ભટકવું પડી રહયો હોવાનો નજારો સર્વત્ર જોવા મળી રહયો છે. આવી જ પરિસ્‍થ‍િતિ વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જીલ્‍લામાં જોવા મળી રહી છે. વેરાવળ સહિત સર્વત્ર તાલુકાઓમાં રસી લેવા માટે લોકોને ધકા ખાવા પડી રહયા છે. તેમાં પણ છેલ્‍લા બે દિવસથી મોટાભાગના વેકસીનેશન સેન્‍ટરો પર તાળા અથવા અપૂરતા વેકસીનના ડોઝ હોવાથી પરેશાની ભોગવવી પડતી હોવાનો લોકો આક્ષેપલ કરી રહયા છે. આવું જ સોમનાથ સાંનિઘ્‍યે ટીએફસી બિલ્‍ડીંગમાં કાર્યરત કરાયેલ વેકસીનેશન સેન્‍ટરમાં બે દિવસથી અલીગઢી તાળા હોવાથી લોકોને ઘકકા ખાવા પડી રહયા છે.

આજે આ સેન્‍ટર પર સવારે રસી લેવા આવેલ લક્ષ્મીબેનએ જણાવેલ કે, ત્રણ દિવસથી અમો ડોઝ લેવા માટે ઘકકા ખાઇ રહયા છે. અહીં કોઇ જવાબદાર વ્‍યકિત હાજર ન હોવાથી અમો સવારના સાત વાગ્‍યાના બેઠા છીએ અને 11 વાગ્‍યા સુઘી કોઇ આવેલ તો નથી. અમોને વેકસીન મળશે કે કેમ તે બાબતની કોઇ જાતની સુચના પણ આપતા નથી. અમો મજુરીએ જવાનું ટાળી રસી લેવા માટે કેટલા દિવસો સુઘી ઘકકા ખાવા પડશે ? તેવો સવાલ તંત્રને પુછી રહયા છે. જયારે કિશન વાજાએ જણાવેલ કે, અમો મજૂર વર્ગના લોકો છે અમારે રસી માટે કેટલા દિવસો સુઘી ઘકકા ખાવા પડશે ? તંત્રએ વેકસીન અપાવવા અંગે ઘટતુ કરી મજુર વર્ગના લોકોનો દિવસ ન પડે તે બાબતને ઘ્‍યાનમાં રાખી આયોજન કરવું જોઇએ.

જીલ્‍લામાં વેકસીન બાબતે ઉભી થયેલ સમસ્‍યા અંગે તંત્રએ જણાવેલ કે, જીલ્‍લામાં તા.21 થી દરરોજ સરેરાશ 100 થી વઘુ સ્‍થળોએ વેકસીનેશન સેન્‍ટરમાં વેકસીન આપવાની કામગીરી કરવામાં આવે છે. જીલ્‍લાને જરૂરીયાત મુજબના વેકસીન લેવા માટે નિયમિત રાજકોટ જવું પડે છે. ત્‍યાંથી ગઇકાલથી ગીર સોમનાથ જીલ્‍લાને ડોઝ ફાળવવાના ટાઇમટેબલમાં ફેરફાર કરાયેલ છે. જેના લીઘે આજે જીલ્‍લાને ડોઝ ન મળેલ હોવાથી સમગ્ર જીલ્‍લામાં ફકત પાંચ જ વેકસીન સેન્‍ટર ચાલુ છે. એક-બે દિવસમાં ફરી સરેરાશ મુજબના વેકસીન સેન્‍ટરો શરૂ થઇ જશે.

જીલ્‍લાને આટલા ડોઝ મળેલ અને આટલાને આપવામાં આવેલ છે.

જીલ્‍લાને તા.21 જુનથી ફાળવાયેલ વેકસીનના ડોઝની વિગત જોઇએ તો તા.20 ના રોજ 18,500 ડોઝ, તા.22 ના 12,000 ડોઝ, તા.24 ના 3,000 ડોઝ, તા.25 ના 10,000 ડોઝ, તા.26 ના 3,000 ડોઝ, તા.28 ના 5,000 ડોઝ મળી ગઇકાલ સુઘીમાં કુલ 51,500 ડોઝ મળ્‍યા છે. જેની સામે તા.21 ના 10,163, તા..22 ના 4,469, તા.23 ના 4,965, તા.24 ના 7,995, તા.25 ના 8,432, તા.26 ના 6,905, તા.27 ના 3,512, તા.28 ના 3,358 મળી કુલ 49,799 લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવેલ છે.

અત્રે નોંઘનીય છે કે, ગીર સોમનાથ જીલ્‍લામાં અત્‍યાર સુઘી થયેલ વેકસીનેશનની કામગીરીમાં જીલ્‍લાની કુલ વસતિના 32 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવેલ છે. સરકારના પ્રચાર-પ્રસાર બાદ લોકોમાં વેકસીન લેવા બાબતે જાગૃતિ આવી છે એવા સમયે ગીર સોમનાથ જીલ્‍લાને ઉપરીકક્ષાએથી જરૂરીયાત મુજબના પુરતા વેકસીનના ડોઝ મળતા ન હોવાથી લોકોને ઘકકા ખાવા પડતા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. જો ઉપરથી નિયમિત જરૂરીયાત મુજબનો વેકસીનનો જથ્‍થો આપવામાં આવે તો લોકોને ઘકકા બંઘ થવાની સાથે વેકસીનેશનની કામગીરી સારી રીતે થઇ શકે તેવું જાણકારોમાંથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...