તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજા ડોઝની શરૂઆત:ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વોરીયર્સને વેક્સિનના બીજો ડોઝ આપવાની શરૂઆત કરાઈ

વેરાવળ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક માસ અગાઉ વેક્સિનેશનના પ્રારંભએ વેક્સિન લેનારને બીજો ડોઝ આપવામાં આવશે

ગીર સોમનાથ જિલ્લામાં ગત તા.16 જાન્યુઆરીથી કોરોનાથી રક્ષણ આપતી કોવિડશીલડ રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લામાં પ્રથમ તબક્કામાં 12 હજારથી વધુ વોરીયર્સને તબક્કાવાર પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

જિલ્લામાં પ્રથમ તબક્કામાં કોરોનાથી રક્ષણ આપતી કોવિડશીલડ રસીનો પ્રથમ ડોઝ 6,601 આયોગ્ય કર્મચારીઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં 5,929 ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. આમઝ જિલ્લામાં કુલ 12,530 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ, જિલ્લાની કોરોના વેક્સિનની 89.56 ટકા કામગીરી પૂર્ણ કરવામા આવી છે.

પ્રથમ તબક્કાના આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવેલા રસીના ડોઝને 28 દિવસ પુર્ણ થયા છે. જેથી આજે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે જિલ્લામાં પ્રથમ રસીનો ડોઝ લેનાર ડો.બામરોટીયાને વેક્સિનનો બીજો ડોઝ આપી કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લામાં વેક્સિનેશનના કાર્યક્રમમાં પ્રથમ ડોઝ જે લોકોને આપવામાં આવેલ તે જ લોકોને વેક્સિનનો બીજો ડોઝ એ જ સ્થળેથી આપવાનું આયોજન કરાયું હોવાનું જિલ્લામાં વેક્સિનેશન કાર્યક્રમના ડો.ગૌસ્વામીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો