કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં આજે માત્ર 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક ઘટીને 42 થયો

ગીર સોમનાથ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 10 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં સતત નોંધપાત્ર ઘટાડો જોવા મળતા કોરોનાનું સંક્રમણ તળીયા તરફ જઈ રહ્યુ છે. છેલ્લા પાંચ દિવસ દરમ્યાન જિલ્લામાં નવા કોરોના કેસો ડબલમાંથી સીંગલ ડિજિટમાં જોવા મળી રહ્યા છે. આજે પણ નવા કેસો સીંગલ ડિજિટમાં યથાવત સ્થિતિમાં હોવાની સાથે જિલ્લાના છ પૈકી ત્રણ જિલ્લામાં સંક્રમણ જોવા મળ્યુ છે.

આજે ગીર સોમનાથ જિલ્લામાં 6 જેટલા કોરોનાના નવા કેસો સામે આવ્‍યા છે. આજે આવેલા કેસોમાં વેરાવળમાં 2, સુત્રાપાડામાં 2, તાલાલામાં 2 કેસ આવ્યા હોવાનું નોંઘાયેલ છે. જ્યારે સારવારમાં રહેલા પૈકીના 10 દર્દીઓ સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે. આજે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અને કેસો તળીયે તરફ સરકી રહ્યા હોવાથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જીલ્‍લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો આજે ગીર સોમનાથ જીલ્‍લામાં 2724 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જયારે જીલ્‍લામાં કન્‍ટેટમેન્‍ટ ઝોનમાં 35 ઘરો અને 196 લોકો છે.

આજે જિલ્લામાં કોરોનાના એન્ટીજન ટેસ્ટ 121 અને RTPCR 623 મળી કુલ 744 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં આજે 42 એકટીવ કેસો છે જેમાં મોટાભાગના હોમ આઇસોલેટ છે. જિલ્લામાં ગઈકાલે કોરોનાનો પોઝિટિવ રેટ 3.64 ટકા હતો જે સરકીને 0.81 ટકા પર પહોચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...