ચેતવણી:ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા બાદ છાપરા-નળિયાના કાળાબજાર થતા તંત્ર એલર્ટ બન્યું

વેરાવળ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડાના લીઘે નળીયા ઉડી જતા ખુલ્‍લી છત - Divya Bhaskar
વાવાઝોડાના લીઘે નળીયા ઉડી જતા ખુલ્‍લી છત
  • કાળાબજારિયાઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આપવામા આવી

તાઉ-તે વાવાઝોડાએ ખાસ કરીને ગરીબ અને મઘ્‍યમ વર્ગના લોકો અને ખેડૂતોના કાચા ઝુપડા-મકાનોની છતોને ભારે નુકશાન પહોચાડયુ છે. તો મોટાપ્રમાણમાં ખેતરોમાં ઉભા કરાયેલ ઝુપડીઓના સીમેન્‍ટના છાપરા-નળીયાઓ ભારે પવનના કારણે ઉડી ગયા છે. જેને લઇ લોકો ભારે હાલાકી ભોગવી રહયા છે.

આ પરિસ્‍થ‍િતિ વચ્‍ચે ચોમાસુ નજીકના દિવસોમાં આવી રહયુ હોવાથી લોકો પોતાના ઘરની છત ને રીપેર કરવા દોડા-દોડી કરી રહયા છે. આવા કપરા સમયે મુશ્‍કેલીનો સામનો કરવા લોકોને લુંટી લેવા અમુક લોકો સક્રીય થઇ સીમેન્‍ટના છપરા, નળીયા સહિતના સામાનના ભાવોમાં રૂ.70 થી 90 સુઘીનો ભાવ વઘારો વસુલ કરી કાળાબજારી કરી રહયા છે. આ કાળાબજારી થકી થતી લુંટ તંત્રના ઘ્‍યાને આવતા જીલ્‍લા કલેકટરએ લાલ આંખ કરી કાળાબજારી કરતા લોકો પર વોચ ગોઠવી સરપ્રાઇઝ દરોડા પાડી ઝડપી લેવા અઘિકારીઓને આદેશ કરેલ છે.

વાવાઝોડાએ વેરેલ વિનાશ વચ્‍ચે ચોમાસુ માથા પર હોવાથી અસરગ્રસ્‍ત લોકો પોતાના મકાનની છતોને સુરક્ષ‍િત કરવા કામે લાગ્‍યા છે. જો કે આ પરિસ્‍થ‍િતિનો લાભ લેવા અમુક લાંલચુ લોકો કે જે સીમેન્‍ટના છપરા-નળીયા વેંચાણના વ્‍યવસાય સાથે જોડાયેલા છે તેવા લાલચુઓએ એકાએક સીમેન્‍ટના છપરા અને નળીયાના ભાવોમાં રૂ.70 થી 90 ભાવ વઘારો ઝીકી જરૂરીયાતમંદ લોકો પાસેથી વસુલી રહયા છે. આવા જ લાલચુના ભોગ બનેલા કોડીનાર પંથકના એક ખેડુતએ મિડીયા સમક્ષ જણાવેલ કે, વાવાઝોડામાં મારા ઘરની છતનું છપરુ ઉડી ગયેલ હોય જે નવું ફીટ કરાવવા બજારમાં લેવા ગયેલ ત્‍યારે મારી પાસેથી બજાર ભાવ કરવા વઘુ રકમ વસુલી હતી. વાવાઝોડાના લીઘે અમારે નુકશાન ગયુ હોય અને ઘરમાં પૈસા ન હોવાથી સોનાના દાગીના ગીરવે મુકી રૂપીયા મેળવી મજબુરીવંશ ઉંચા ભાવે છપરા લેવા પડયા હતા. આવા કપરા સમયે નિસહાય લોકોને લુંટવાના કારસા સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઇએ.

આ કાળાબજારી-લુંટ તંત્રના ઘ્‍યાને આવેલ હોવાથી તંત્રએ કમ્‍મર કસી હોય જે અંગે જીલ્‍લા કલેકટર અજયપ્રકાશએ જણાવેલ કે, જિલ્લામાં વાવાઝોડાની અસરને લીધે હાલ અસરગ્રસ્ત લોકો મકાનના છાપરા નળીયા સહિતનો સામાનની મોટાપાયે ખરીદી કરી રહ્યા છે. ત્‍યારે અમુક લોકો વઘારે ભાવો વસુલી રહયા હોવાની તંત્રની ફરીયાદો મળી છે. જેથી જીલ્‍લા કોઇ દ્વારા મકાન સામગ્રીના વધારે ભાવ લેવામાં આવશે તો તેની સામે કડક પગલા ભરવામાં આવશે.

વઘુમાં જીલ્લામાં મકાન સામગ્રીનો પુરતો જથ્થો મળી રહે તે માટે જરૂર પડયે મુળ સપ્લાયરો સાથે સંકલન કરીને નિયત ભાવે સરળતાથી સામગ્રી મળી રહે તે માટે જિલ્લા તંત્ર આયોજન કરી રહયુ છે. જિલ્લામાં કોઇ વ્યક્તિઓ હાલની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને કાળાબજારી કરશે તો રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ કરાયેલ જોગવાઇ મુજબ કડક કાર્યવાહી કરવા અઘિકારીઓને સુચના આપવામાં આવી છે. જીલ્‍લામાં સીમેન્‍ટના છપરા-નળીયા વિક્રેતાઓ પર વોચ રાખવા સહિતની કામગીરી કરવા સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...