રબ ને બના દી જોડી:ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ફૂટના વરરાજાએ પોણા ત્રણ ફૂટની કન્યા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા

ગીર સોમનાથ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીખાભાઈ રામામંડળમાં પ્રધાન અને ગગુડીયાનું પાત્ર ભજવે છે

ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં 3 ફૂટના વરરાજાએ વાજતે ગાજતે પોણા ત્રણ ફૂટની કન્યા સાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનની શરૂઆત કરી છે. લગ્ન સમારોમાં હાજર બંન્ને પક્ષના પરિવારજનો અને સબંધીઓએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.

ગીરગઢડામાં રહેતા અને 3 ફૂટની લંબાઈ ધરાવતા 30 વર્ષીય ભીખાભાઇ કાળુભાઇ બાંભણીયાના લગ્ન તાલુકાના રસુલપરા ગામે રહેતા પોણા ત્રણ ફૂટની લંબાઈ ધરાવતા 28 વર્ષીય હંસાબેન વશરામભાઇ સોલંકી સાથે નિર્ધારીત થયા હતા. ત્રણ દિવસ પૂર્વે વરરાજા ભીખાભાઇ વાજતે ગાજતે ડીજે ના તાલે બગીમાં બેસી જાન લઇ લગ્ન સ્થળે પહોચેલ હતા. જ્યાં ત્રણ ફૂટના વરરાજા ભીખાભાઈએ પોણા ત્રણ ફૂટના હંસાબેન સાથે સપ્તપદીના સાતફેરા ફરી પ્રભુતામાં પગલા પાડી લગ્ન જીવનની શરૂઆત કરી હતી.

આ વરરાજાની જોડીને લગ્નમાં ઉપસ્થિત મહેમાન લોકોએ આર્શીવાદ પાઠવ્યા હતા. લગ્ન થયા બાદ વરધોડો કાઢવામાં આવેલ ત્યારે બગીમાં બેસી નીકળતા લોકો આ જાન જોવા ઉમટી પડ્યા હતા. 3 ફૂટના ભીખાભાઇ જય મુરલીધર રામામંડળના કાર્યક્રમમાં પ્રધાન અને ગગુડીયાનું કોમેડી પાત્ર ભજવે છે. જ્યારે કન્યા હંસાબેન ઘર કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...