પોલીસ કાર્યવાહી:ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

વેરાવળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પૂર્વે બાયોડીઝલના ગેરકાયદેસર વેંચાણ અંગે મામલતદારની ટીમએ તપાસ હાથ ઘરી 10 હજાર લીટર જથ્‍થો સીઝ કરેલ

ગીર સોમનાથ જીલ્‍લામાં સુત્રાપાડા તાલુકાના મોરડીયા તથા પાદરૂકા ગામે મામલતદાર સહીતની ટીમે એક વર્ષ પૂર્વે ચેકીંગ હાથ ઘરી અનઅધિકૃત રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી વેચાણ થતું હોવાથી બન્ને સ્થળ પરથી આશરે 10 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો તથા ફયુયલ પંપ સહીતના સાધનો મળી કુલ રૂ.12 લાખ 51 હજારનો મુદામાલ કબ્જે લઇ તાલાલા, કોડીનાર અને પાદરૂકા-સુત્રાપાડાના એક-એક મળી ત્રણ શખ્સો સામે મામલતદારે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

આ અંગે સુત્રાપાડા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સવા વર્ષ પૂર્વે સુત્રાપાડાના મામલતદાર હુણ સહીતની ટીમે વેરાવળ-કોડીનાર રોડ ઉપર મોરડીયા ગામ પાસે આવેલ શ્રી એન્ટરપ્રાઇઝ નામના બાયોડીઝલના પંપ ખાતે ચેકીંગ હાથ ઘરતા અનઅધિકૃત રીતે બાયોડીઝલના જથ્‍થાનો સંગ્રહ કરી વેચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું. આશરે સાત હજાર લીટર બાયોડીઝલ કીં.રૂ.4 લાખ 20 હજારનો જથ્થો તથા નોઝલ વાળુ ફયુયલ સ્ટેશન કીં.રૂ.3 લાખ તેમજ બાયોડીઝલને લગતી સામગ્રી કીં.રૂ.1 લાખ 50 હજાર મળી કુલ રૂ.8,70,૦૦૦ નો મુદામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ઘરી હતી. જે અંગે હાલના મામલતદાર ઘાનાણીએ આજરોજ શ્રી એન્ટરપ્રાઇઝના મૌલીક દ્રારકાદાસ અઢીયા રહે.તાલાલા તથા ભાવિક એન.કાનાબાર રહે.કોડીનાર વાળા સામે સુત્રાપાડા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

આ ઉપરાંત એક વર્ષ પૂર્વે સુત્રાપાડા તાલુકાના પાદરૂકા ગામના સીમ વિસ્તારમાં પણ ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની માહિતીના આઘારે તત્‍કાલીન મામલતદારના નેતૃત્‍વ વાળી ટીમએ તપાસ હાથ ઘરી બાયોડીઝલનો અનઅધિકૃત સંગ્રહ કરેલ બાયોડીઝલનો 3 હજાર લીટર કીં.રૂ.1,80,000 તથા ડીસ્પેચીંગ મશીન કીં.રૂ.1,20,000 અને બાયોડીઝલને લગતી આનસાંગીક સામગ્રી કીં.રૂ.81,500 મળી કુલ રૂ.3,81,500 નો મુદામાલ કબ્જે લઇ પાદરૂકા ગામના ધર્મેન્દ્ર ઉર્ફે ધીરૂભાઇ ગોવિંદભાઇ વાઢેર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંઘી વધુ તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...