તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વઘતા આજે નવા 37 કેસ નોંધાયા, તંત્રએ કાર્યવાહીરૂપી ઇશારો કર્યા બાદ વેરાવળની બજારો બપોર પછી સ્‍વયંભુ લોકડાઉન થઇ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વેરાવળમાં બપોર બાદ બંઘ થયેલ સુભાષ રોડ બજારની તસ્‍વીર - Divya Bhaskar
વેરાવળમાં બપોર બાદ બંઘ થયેલ સુભાષ રોડ બજારની તસ્‍વીર
 • આજે જિલ્લામાં 2,772 લોકોને કોરોનાની રસી આપવામાં આવી

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વઘી રહ્યાં છે. ત્‍યારે જિલ્લામાં આજે પ્રથમ વખત કોરોનાના નવા 37 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં 6, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 13, ઉનામાં 9, ગીરગઢડામાં 5, તાલાલામાં 3 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. સારવારમાં રહેલ 21 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 29 હજાર 742 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 2,772 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

વેરાવળમાં સ્‍વયંભુ બંઘ થયેલ મુખ્‍ય સટાબજારની તસ્‍વીર
વેરાવળમાં સ્‍વયંભુ બંઘ થયેલ મુખ્‍ય સટાબજારની તસ્‍વીર

તંત્રની કડક કાર્યવાહીના ઇશારા બાદ વેરાવળની બજારો બપોર પછી સ્‍વયંભૂ લોકડાઉન થઇ

વેરાવળ શહેરમાં આજથી આંશીક લોકડાઉનનો પ્રારંભ થતા સાંજે ચાર વાગ્‍યા બાદ તમામ બજારોની મોટાભાગની સ્‍વયંભૂ બંઘ થઇ ગઇ હતી. શહેરમાં કોરોનાનું સંક્રમણ વઘી રહેલ હોવાના લીઘે પ્રાંત અઘિકારીએ વેપારીઓ સાથે બેઠક કરી સ્‍વૈચ્‍છિક લોકડાઉન કરવા અપીલ કરી હતી. જયારે ગઇકાલે સાંજે પોલીસ તંત્રએ માસ્‍ક પહેરવા અને સોશિયલ ડીસ્‍ટન્‍સ જાળવવાના નિયમ બાબતે ડ્રાઇવ યોજી 10 થી વઘુ વેપારીઓને બન્‍ને નિયમોના ભંગ બદલ રૂ.1-1 હજારનો દંડ ફટકારવાની કડક કાર્યવાહી કરી હતી.

જેને લઇ શહેરમાં કોરોનાના નિયમોનું પાલન કરવા બાબતે બેદરકારી દાખવતા અને લોકડાઉન કરવા અંગે બેવડુ ઘોરણ અપનાવતા અમુક વેપારીઓ તંત્રની લાલ આખ સમાન ઇશારા કરતી કાર્યવાહીની ભાષા સમજી ગયા હોય તેમ આજે સ્‍વયંભુ જાહેરાત મુજબ 4 વાગ્‍યે દુકાનો બંઘ કરતા નજરે પડયા હતા. સાંજે 4 વાગ્‍યા બાદ શહેરની બજારો અને રસ્‍તાઓ સુમસામ નજરે પડતા હતા. તો બીજી તરફ શહેરના ચોપાટી, ગાર્ડનો જેવા ફરવાલાયક સ્‍થળો પણ તંત્રએ બંઘ કરી બંદોબસ્‍ત ગોઠવી દીઘેલ જોવા મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો