તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોના પોઝિટિવના આજે નવા 208 કેસ આવ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જીલ્‍લામાં 3,439 લોકોનું કોરોના રસીકરણ કરાયું

કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. આજે ફરી કેસોની સંખ્‍યામાં નોંઘપાત્ર વઘારો નોંઘાયો છે. જિલ્લામાં આજે કોરોનાના 208 કેસો આવ્‍યા છે.

95 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી

આજે નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 60, સુત્રાપાડામાં 21, કોડીનારમાં 27, ઉનામાં 43, ગીરગઢડામાં 27, તાલાલામાં 24 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ દર્દીનું મૃત્‍યુ નીપજેલ ન હોવાનું તંત્રએ જણાવેલું છે. જયારે સારવારમાં રહેલા 95 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવેલી છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ ચાલુ છે. જેમાં આજે સમગ્ર જીલ્લામાં ફકત 3,439 લોકોને વેક્સિન આપવામાં આવેલી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 81 હજાર 923 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...