કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના સંક્રમણને બ્રેક લાગી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરમ્યાન આજે સંક્રમણમાં ઘટાડો થયો હોય તેમ ગીર સોમનાથ જિલ્લામાં આજે 39 જેટલા કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. આજે આવેલા કેસોમાં વેરાવળમાં 33, ઉનામાં 3, કોડીનારમાં 2 અને સુત્રાપાડામાં 1 કેસ આવ્યા હોવાનું નોંઘાયુ છે. આજે કેસ ઘટ્યા હોવા છતાં કોરોનાના સંક્રમણનો પગપસેરો જિલ્લાના તમામ તાલુકામાં હોવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે.જ્યારે સારવારમાં રહેલા પૈકીના 38 દર્દીઓ સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે.
કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જીલ્લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો આજે ગીર સોમનાથ જીલ્લામાં 4990 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જયારે જીલ્લામાં કન્ટેટમેન્ટ ઝોનમાં 140 ઘરો અને 698 લોકો છે. આજે ગીર સોમનાથ જીલ્લામાં એન્ટીજન 879 અને RTPCR 1366 મળી કુલ 2245 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આજે 402 એકટીવ કેસો છે જેમાં મોટાભાગના હોમ આઇસોલેટ છે. જિલ્લામાં ગઇકાલે કોરોનાનો પોઝીટીવ રેટ 1.79 ટકા હતો જે આજે ઘટીને 1.74 ટકા પર પહોંચ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.