નિર્ણય:ગાંધીનગરમાં રૂા. 10 કરોડના ખર્ચે કાઠિયાવાડ ભવનનું નિર્માણ કરાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થી આઇએએસ, આઇપીએસ બને તે માટે
  • જૂનાગઢ ખાતે શ્રી સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય

કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ આઇએએસ, આઇપીએસ બંને તે માટે ગાંધીનગરમાં 10 કરોડના ખર્ચે કાઠિયાવાડ ભવનનું નિર્માણ થશે. જૂનાગઢમાં કાઠિ સમાજની મળેલી મિટીંગમાં આ નિર્ણય લેવાયો છે. આ અંગે જીતુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમમાં કાઠિ દરબાર એજ્યુકેશન ટિમ દ્વારા જૂનાગઢ જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજની એક મિટીંગ યોજાઇ હતી.

ગુજરિયા દરબાર જોરૂભાઇ ખુમાણના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જણાવાયું હતું કે, સમગ્ર ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેની કાયમી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. આ માટે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં દાન યાત્રાના કાર્યક્રમો યોજાશે.

બાદમાં ગાંધીનગરમાં રૂપિયા 10 કરોડના ખર્ચે કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આધુનિક સુવિધાઓથી સુસજ્જ કાઠિયાવાડ ભવનનું નિર્માણ કરાશે. આ કાર્યક્રમમાં ગુજરીયા દરબાર જોરૂભાઈ ખુમાણ, રામભાઇ વાળા, જસ્કુભાઈ શેખવા, પ્રતાપ ભાઈ ખુમાણ, હાથીભાઈ ધાંધલ, હરેશભાઈ ખાચર સહિતના સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ ખુમાણ,આભારવિધિ રણજીતભાઈ ધાંધલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢના સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...