કાર્યવાહી:ફાગળીમાં 2 શખ્સે મહિલાને થપ્પડો મારી, ધમકી આપી

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણાવદરમાં યુવાન પર પાઇપ વડે હુમલો

મુંબઈ માં રહેતાં ભાનુમતીબેન અરવિંદભાઈએ કેશોદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ભાનુમતીબેનના ખેતરમાં જેસીબી ચાલતું હોય ત્યારે ભીખા અમરભાઈ ભોજક, ભુપત ઉર્ફે ભુપેન્દ્રભાઈ ભીખાભાઈ ભોજક રહે.બળોદર આવ્યા હતા અને ભાનુમતીબેન સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. અને બે-ત્રણ થપ્પડ મારી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. .

જ્યારે અન્ય એક બનાવમાં માણાવદરમાં રહેતાં જયેશભાઇ ઉર્ફે બાબુભાઈ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,જયેશભાઇને કોઈ વાતને લઈ ગાળો ભાંડવામાં આવી હતી.તેમજ અજય સામતે લોખંડના પાઇપ વડે,સતિષ સામત અને અરભમ સામતે ઢીકાપાટુનો માર માર્યો હતો.અને રોહિત સામતે પ્લાસ્ટિકની નળી વડે માર માર્યો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો છે. તેમજ જયેશભાઈ ના પત્ની ને પેટના ભાગે પાટુ માર્યું હતું.જેથી આ ચારેય વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...