તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગોતરૂ આયોજન:ઉનાળાના પ્રારંભે ગીર જંગલમાં વન્‍યજીવોને પાણીની તંગીનો સામનો ન કરવો પડે તે માટે 500 પાણીના કૃત્રીમ પોઇન્‍ટો કાર્યરત કરાયા

વેરાવળએક મહિનો પહેલા
 • અભ્‍યારણમાં પાણીના સ્‍ત્રોતો સુકાઇ જતા હોવાથી વન વિભાગનું આગોતરૂ આયોજન
 • 500 પોઇન્‍ટો પર ટેન્કર, પવનચક્કી અને સોલાર વોટરપંપ દ્વારા નિયમિત પાણી ભરાય છે

ઉનાળાના પ્રારંભે આકરો તાપ પડી રહ્યો છે. જેથી પીવાના પાણીના સ્‍ત્રોતો સુકાતા જતા હોવાથી સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણીની પોકારો ઉઠેલા જોવા મળે છે. ત્યારે વિશ્વમાં પ્રખ્‍યાત ગીર અભ્યારણ જંગલના વન્ય પશુ પ્રાણીઓ પણ પીવાના પાણીની સમસ્યાથી બાકાત નથી.

આ પોઇન્‍ટો થકી વન્‍યજીવો તરસ છીપાવી ઠંડક મેળવે છે

વન વિભાગ દ્વારા ગીર અભ્યારણ જંગલમાં વન્ય પ્રાણીઓને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ગીર જંગલ વિસ્‍તારમાં જુદા જુદા સ્થળોએ 500 થી વઘુ પાણીના પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પોઇન્‍ટો પર ટેન્કર અને પવનચક્કી મારફતે નિયમિત પાણી ભરવામાં આવે છે. જેથી ઉનાળાના આકરા તાપમાં આ તમામ પાણીના પોઇન્ટો વન્ય જીવો માટે આર્શીવાદ સમાન બની રહે છે.

ટેન્‍કર થકી પાણીના પોઇન્‍ટ ભરવામાં અાવી રહેલ
ટેન્‍કર થકી પાણીના પોઇન્‍ટ ભરવામાં અાવી રહેલ

આશરે 100 થી વધુ પવનચક્કી અને સોલાર વોટરપંપ લગાવ્યા

એશિયાટીક સિંહોના એકમાત્ર ઘર એવા સાસણ ગીર અભ્યારણ જંગલ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ નાના મોટા વોકળા અને નદી નાળા સુકાવા લાગે છે. તો બીજી તરફ ઘોમઘખતા તડકા અને ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ માટે તરસ છીપાવવા પાણી ગોતવું કઠીન બની જાય છે. ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ અને સાસણગીર જંગલ વિસ્‍તારમાં વન વિભાગ દ્વારા વન્ય જીવોને કૃત્રીમ રીતે પાણી પુરૂ પાડવાની શરૂઆત કરવામાં આવી છે. જે અંગે સાસણ ગીરના એસીએફ ડો.મોહન રામએ જણાવ્યું કે, વન વિભાગ દ્વારા ગીર અભ્યારણ જંગલમાં જયાં નિયમિત વન્‍યજીવો ટહેલતા હોય તેવા જુદા જુદા 500 સ્‍થળોએ પાણીના પોઇન્ટો નક્કી કર્યા છે. જેમાં ટેન્કરો દ્વારા પાણી ઠાલવવામાં આવે છે. તો ધણી જગ્યાએ તો પવનચક્કી અને સોલાર વોટરપંપ દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે. આશરે 100 થી વધુ પવનચક્કી અને સોલાર વોટરપંપ દ્વારા નિર્ધારિત પોઈન્ટ પર કૃત્રિમ રીતે પાણી પુરુ પાડવામાં આવે છે. જેથી વન્ય જીવોને લાંબા અંતર સુધી પાણી માટે ભટકવુ ન પડે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરી દેવામાં આવી છે.

પવનચકકીથી પાણી ભરવામાં અાવે
પવનચકકીથી પાણી ભરવામાં અાવે

વન્ય પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી

સાસણ ગીરના એસીએફ ડો.મોહન રામના જણાવ્‍યા મુજબ જેમ જેમ ઉનાળાના દિવસો વિતશે તેમ તેમ તાપ અને ગરમી કારણે જંગલમાં રહેલા પાણીના સ્ત્રોત સુકાવા લાગે છે અને પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. જો કે, સાસણ ગીર અભ્યારણમાં આવેલ કમલેશ્વર ડેમમાંથી વન્ય પ્રાણીઓને કુદરતી રીતે પાણી મળી રહી છે. પરંતુ અન્ય વિસ્તારોમાં પાણી હાલ નહીંવત હોવાથી ઉનાળાના પ્રારંભ પૂર્વે જ આગોતરી કામગીરી હેઠળ વન વિભાગ દ્વાર જંગલ વિસ્‍તારમાં 500 જેટલા પોઇન્ટો તૈયાર કરી દેવાયા છે. આ ઉપરાંત રાજયના નમુનેદાર એવા સાસણ ગીર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલા સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે.

સુકાયેલા સ્‍ત્રોતમાંથી પાણી પીતા વન્‍યજીવો
સુકાયેલા સ્‍ત્રોતમાંથી પાણી પીતા વન્‍યજીવો

કૃત્રીમ પાણીના પોઇન્ટ પર પ્રાણીઓ તેમની તરસ બુજાવે છે

ગીરના અભ્યારણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષ માર્ચ મહિનાના મઘ્‍યથી જ કૃત્રીમ પાણીના પોઇન્ટ ભરાવાની શરૂઆત કરી દેવામાં આવે છે. જેથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પાણીની વિકટ સમસ્યાનો સમાનો કરવો પડતો નથી. અને ઘોમઘખતા તાપમાં પણ આ કૃત્રીમ પાણીના પોઇન્ટ પર તેમની તરસ બુજાવે છે. તો પક્ષીઓ સ્નાનનો પણ લાહ્વો લઇ ઠંડક મેળવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો