તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપીઓની કબૂલાત:ખાંભાના ડુંગરપુરમાં 8 મહિના પહેલાં શિકારીએ સિંહબાળનો શિકાર કરી અંગો પણ વેચી દીધાં, છતાં વનતંત્ર ઊંઘમાં

જૂનાગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ખાંભા કાંડમાં પકડાયેલા શખ્સની કબૂલાત, 5 આરોપી રિમાન્ડ પર

ખાંભા ગામની સીમમાં ફાંસલામાં સિંહબાળ આવી ગયા બાદ સિંહણે હુમલો કર્યાની ઘટનાને પગલે વનવિભાગે ઠેરઠેરથી શંકાસ્પદોને પકડ્યા હતા. પુછપરછમાં ગિરનાર જંગલની ધારે આવેલા ડુંગરપુરથી પકડાયેલા સોનૈયા ગુલાબ પરમારની પુછપરછમાં પોતે અગાઉ એક સિંહનો શિકાર કર્યાની કબુલાત કરી હતી.

આરોપીઓની ધરપકડ કરવામાં આવી
આથી દક્ષિણ ડુંગર રેન્જના આરએફઓ ભાલિયાએ તેની સામે ગુનો નોંધ્યો હતો. અને સોનૈયા ઉપરાંત તેના સાગ્રીતો વિજય પરમાર, સુલેમાન પરમાર, લાલજી પરમાર અને જીવણસિંહ પરમારની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરાતા તેઓને રિમાન્ડ પર સોંપાયા છે.

વનવિભાગનો જવાબ: તપાસ..તપાસ..તપાસ..
ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો. કે. રમેશને પૂછવામાં આવેલા ત્રણ સવાલોમાં એકજ જવાબ આપ્યો.

 • આરોપીઓને મધ્યપ્રદેશના શિકારીઓ સાથે કનેક્શન છે ? તપાસનો વિષય છે.
 • સિંહબાળના શિકાર બાદ ક્યા અંગો કોને વેચ્યા? તપાસનો વિષય છે.
 • હજી બીજા ગુના બહાર આવશે એવું લાગે છે ? તપાસનો વિષય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો