શારિરીક- માનસિક ત્રાસ:માંગરોળ પંથકનાં દિવાસા ગામે સોનાની બુટી આપવાનું કહેતા પતિએ પત્નિ પર કર્યો હુમલો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલાચાલી થયા બાદ મામલો બિચકતા પોલીસ મથકે પહોંચ્યો
  • ગાળો પણ ભાંડી, શારિરીક- માનસિક દુ:ખ ત્રાસ આપતા ફરિયાદ નોંધાઈ

માંગરોળ પંથકનાં દિવાસા ગામે પત્નિએ પતિને બુંટી આપવાનું કહ્યું હતું. બાદમાં બોલાચાલી થઈ હતી. અને પતિએ પત્નિ પર લાકડી અને કુહાડી વડે હુમલો કર્યો હોવાનો બનાવ બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માંગરોળ પંથકના દિવાસા ગામે રહેતા ઉર્મીલાબેન દેવશીભાઈ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઉર્મીલાબેને પતિ દેવશીભાઈ રામદેભાઈ ચુડાસમાને કહ્યું હતું કે, મારે સોનાની બુંટી પ્રસાદીમાં પહેરવાની છે. એમ કહી બુંટીની માંગ કરી હતી. જેથી દેવશીએ કહ્યું હતું કે, મારા પિતા પાસે છે. અને ઉર્મીલાબેને બુંટી લઈ આવવાનું કહેતા દેવશીએ ઝઘડો કરી ગાળો ભાંડી હતી.

આ ઉપરાંત લાકડી તેમજ સાયકલમાં હવા ભરવાના પંપથી માર માર્યો હતો. તેમજ કુહાડીનો એક ઘા મારી હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત શારિરીક- માનસીક દુ:ખ ત્રાસ પણ આપ્યો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો છે. પોલીસે ફરિયાદનાં આધારે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...