જૂનાગઢ પંથકના ડેરવાણ ગામે રહેતાં રાણીગભાઈ કનુભાઈ ભાટીએ નોંધાવેલી ફરિયાદ મુજબ,જગદીશ ગંભીરભાઈ ભાટીએ જુનામનદુઃખના લીધે રાણીગભાઈને રસ્તામાં રોકી કાંઠલો પકડી ગાળો ભાંડી હતી.અને ગાળો બોલવાની ના પાડતા જગદીશ ઉશ્કેરાયો હતો અને હાથમાં રહેલ કુહાડી બતાવી કહ્યું હતું કે જાનથી મારી નાંખવો છે.
જેથી આ શખ્સ વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જ્યારે અન્ય એક બનાવમાં વંથલી નજીક ના સાંતલપુર ગામે રહેતાં દિવ્યા ઉર્ફે દિવાળીબેન પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ,દિવ્યાબેન પોતાના ઘરે સાવરણાની સળીનો ઢગલો લેવા જતા જીવરાજ બાબુભાઇ પરમારે સળીઓ અડવા દીધી ન હતી અને ગાળો ભાંડી લાકડી વડે હુમલો કર્યો હતો.
આ બનાવને લઈ પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે વધુ એક બનાવની વાત કરીએ તો જૂનાગઢમાં રહેતાં હુસેનમીયા ઇબ્રાહિમમીયા બુખારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ,હુસેનમીયાને દિલીપ ડાયાભાઈ પરમાર સાથે ગાડી હટાવવાની કોઈ વાત મુદ્દે બોલાચાલી થઈ હતી.જો કે બાદમાં લોખંડના સળીયા વડે હુમલો થયો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.