વિવાદ:દરસાલી ગામે રસ્તાની કોઈ વાતને લઈ પિતા-પુત્ર પર કુહાડીથી હુમલો

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાનથી મારી નાંખવાની ધમકી આપતા શીલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

માંગરોળ પંથકનાં દરસાલી ગામે રસ્તાની સાફ સફાઈ અને માટી નાંખવાની કામગીરી કરનાર પિતા-પુત્ર પર એક શખ્સે કુહાડીથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.માંગરોળનાં દરસાલી ગામે રહેતા ભીખાભાઈ પુંજાભાઈ ચુડાસમાએ શીલ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ભીખાભાઈનો રસ્તો હમીર વેજાભાઈ ચુડાસમાનાં ખેતરમાંથી નિકળતો હોય અને ચોમાસાની શરૂઆત થતા ભીખાભાઈ અને તેમનો પુત્ર રસ્તાની સાફ સફાઈ તેમજ માટી નાંખવા માટે ગયા હતા.

જેથી હમીરભાઈએ ભીખાભાઈને રસ્તો સાફ કરવાની તથા માટી નાંખવાની ના પાડી હતી. જેથી ભીખાભાઈ તેમને સમજાવવા જતા હમીરભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. અને પોતાના હાથમાં રહેલ કુહાડીની બુંધરાટનો એક ઘા ભીખાભાઈના માથામાં મારી દીધો હતો. તેમજ ભીખાભાઈનો પુત્ર વચ્ચે પડતા જમણા હાથમાં ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...