તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સેવા:કોરોનામાં માતા, પિતા ગુમાવનાર 45 છાત્રોને તબીબી બોન્ડ અપાયા

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના તબીબ દ્વારા અનોખી સેવા
  • યુએસ સ્થિત કડવા પાટીદાર સમાજે સાઇકલ આપી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે 0 થી 18 વર્ષના 45 બાળકોએ માતા,પિતાની છત્રછાયા ગૂમાવી છે. ત્યારે આવા બાળકો પ્રત્યે જૂનાગઢના તબીબે અનોખી સેવાનું ઉદાહરણ પુુરૂં પાડ્યું છે. ગાંધીચોક સ્થિત પરબત લક્ષ્મણ પટેલ સમાજ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરની કે. જે. મલ્ટિ સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના ચેરમેન ભાવિનભાઇ છત્રાળાએ આવા બાળકો 24 વર્ષના ન થાય ત્યાં સુધી તેમની હોસ્પિટલમાં ઉપલબ્ધ મેડીકલ સુવિધા વિનામુલ્યે આપવાની જાહેરાત કરી છે.

આ સાથે બાળકોને મેડીકલ બોન્ડ અને કિટનું વિતરણ કરાયું હતું. જ્યારે યુએસ સ્થિત કડવા પાટીદાર સમાજ નોર્થ અમેરિકા દ્વારા જન્મભૂૂમિનું ઋણ ચૂકવવા આવા બાળકોને ફ્રિમાં સાઇકલનું વિતરણ કર્યું હતું. આ તકે કમિશ્નર રાજેશ તન્ના, ડીઇઓ આર.એસ. ઉપાધ્યાય, જિલ્લા બાળ કલ્યાણ સમિતીના ગીતાબેન માલમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન.એમ. પુરોહિત, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી. મહિડા, સમાજના પ્રમુખ કિશોરભાઇ હદવાણી,મંત્રી મુકુંદભાઇ હિરપરા, ડો. ભાણજીભાઇ કુંડારીયા, અલ્પેશભાઇ કનેરીયા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...