વિવાદ:ચંદવાણા ગામે તું ડાકણ છો કહી મહિલાને સાંકળથી માર માર્યો

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોરવાડમાં મહિલાની છેડતી મુદ્દે ગાળો ભાંડી, ફરિયાદ

ચોરવાડમાં એક મહિલા લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાથી પરત ફરી રહ્યાં હતા. તે સમયે લગ્ન પ્રસંગમાં આવેલા એક શખ્સે છેડતી કરી હતી. બાદમાં આ મહિલાનાં ભાઈ સાથે પણ બોલાચાલી કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ચોરવાડ ગામે રહેતા સંગીતાબેન હરેશભાઈ ડાભી પતિ સાથે તેમના બહેનની દિકરીનાં લગ્નમાં ગયા હતા. બાદમાં ઘરે પરત જતા હતા ત્યારે કરશન મેર નામના શખ્સે છેડતી કરી હતી. જ્યારે રવિ વાંજા, પદો, મનોજે સંગીતાબેનનાં ભાઈ સાથે ઝઘડો કર્યો હતો.

તેમજ સંગીતાબેન અને તેના ભાઈને ગાળો ભાંડી હતી. બાદમાં આ મહિલાનાં ભાઈને ઢીકા-પાટુનો માર માર્યો હતો. પોલીસે આ બનાવમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં ચંદવાણા ગામે રહેતા કાંતાબેન મોહનભાઈ વાંજા પોતાના ખેતરે કામે જતા હતા. ત્યારે વરજાંગ વીરા વાંજા સામે મળ્યો હતો. અને કહ્યું હતું કે તુ ડાકણ છો. બાદમાં સાંકળ વડે માર માર્યો હતો. તેમજ મેણસીભાઈ ખીમાભાઈ વાંજા પર પણ સાકળ વડે હુમલો કરતા માથાનાં ભાગે ઈજા પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...