તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહના ટોળા:ડોળાસાના અડવી ગામે સાત સિંહો ખુલ્‍લા ખેતરમાં રાજાશાહી અંદાજમાં જોવા મળ્યા

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિંહો ખેતરમાં ટોળે વળી બેસેલ - Divya Bhaskar
સિંહો ખેતરમાં ટોળે વળી બેસેલ
  • સિંહોનું ટોળુ ખેતરમાં હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા સિંહ દર્શન માટે ટોળા ઉમટ્યા

ગીર સોમનાથ જીલ્‍લાના ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર આવેલા નાથાભાઇ પુંજાભાઇ ડોડીયાની વાડીના ખુલ્‍લા મેદાનમાં સાત સિંહોનું ટોળુ આવી ચડી રાજાશાહી અંદાજમાં આરામ ફરમાવી રહેલુ નજરે પડ્યું હતુ. જેમાં સિંહોના દર્શન માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

ખેતરમાં રાજાશાહી અંદાજમાં બેસેલ સિંહોનું ટોળુ
ખેતરમાં રાજાશાહી અંદાજમાં બેસેલ સિંહોનું ટોળુ

વાડમાં થોડા સમયથી સિંહ વસવાટ કરે છે તેની જાણ હતી

ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર નાથાભાઇ પુંજાભાઇની વાડી આવેલી છે. આ વાડીમાં શેરડીના વાડ ઉભા છે. વાડમાં થોડા સમયથી સિંહ વસવાટ કરી આટાફેરા કરી રહ્યાંની ખેડૂને જાણ હતી. પરંતુ કોઇ લોકો સિંહોની પજવણી ન કરે તે માટે આ વાતની કોઇને જાણ કરી ન હતી. દરમ્‍યાનગઇકાલે સાંજે પાંચેક વાગ્‍યા આસપાસ એક સાથે સાત સિંહોનું ટોળુ વાડીના ખેતરના ખુલ્‍લા પટમાં આવી રાજાશાહી અંદાજમાં બેસી ઠંડા પવનમાં આરામ ફરમાવતા જોવા મળેલા હતા. આ અદભૂત ર્દશ્‍ય જોવા ગ્રામજનો ઉમટી પડી પોતાના મોબાઇલમાં સિંહોનો રાજાશાહી અંદાજ કેદ કરવા લાગેલા હતા. સિંહો ખેતરના પટમાં આવેલા હોવાની જાણ થતા વન વિભાગના રવિભાઇ મોરી, જીતેશ મોરી, દિનેશભાઇ સહિતનો સ્‍ટાફ સ્‍થળ પર પહોંચી જઇ ગ્રામજનોને દુર ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...