જૂનાગઢનાં બીલખા રોડ પર રહેતા રોહિતભાઈ મનગભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવી છે કે, ઘરની મહિલાઓને અગાઉ બોલાચાલી થયેલ હોય જે વાતનું મનદુ:ખ રાખી યુનુસભાઈ યાકુબભાઈ સોનાય, સોહીલભાઈ યાકુબભાઈ સોનાય અને સાયરાબેને ગાળો ભાંડી યુનુસે ધક્કો મારી પછાડી દીધા હતા. તેમજ સોહીલે લોખંડનો પાઈપ જમણા પગમાં તેમજ જમણા હાથમાં મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. તેમજ રોહિતભાઈના ખીસ્સામાં રહેલ મોબાઈલ તોડી નાખી તથા સાહેદ સુનિલભાઈ અને રોહિતભાઈના પત્નિ ભાવિકાબેન છોડાવવા વચ્ચે પડતા તેની સાથે જપાજપી કરી મુંઢ ઈજા પહોંચાડી હતી.
તેમજ ભાવિકાબેનના કાનનું સોનાનું બુટીયુ પડી ગયું હતું. તેમજ યુનુસ અને સોહીલે લાકડી અને પાઈપથી રોહિતની બાઈકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જ્યારે સામા પક્ષે જૂનાગઢનાં પાઠકનગરમાં રહેતા યુનુસભાઈ યાકુબભાઈ સોનાયે ફરિયાદ નોંધાવી છે કે, રોહીત મગનભાઈ ડાભી અને સુનીલભાઈ મગનભાઈ ડાભી મારા ઘર પાસે આવી ગાળો ભાંડતા હતા. જેની ના પાડતા બંનેએ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. તેમજ સુનિલે યુનુસભાઈના માથામાં પથ્થર માર્યો હતો. આ બંને પક્ષની ફરિયાદનાં આધારે સી-ડિવીઝન પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.