જૂનાગઢમાં ટ્રાફિકથી ધમધમતો શોપિંગ માટેનો એરીયા એટલે કે માંગનાથ જ્યાં જુનાગઢ જિલ્લાના હજારો લોકો રોજ ખરીદી કરવા આવે છે. ગ્રાહકોથી ઉભરાતો આ માંગનાથ રોડ 365 દિવસ લોકોની અવરજવરથી ધમધમતો હોય છેઅને માંગનાથ રોડ પરની દુકાનોમાં અવારને અવાર સીસીટીવીમાં ચોરી કરતા દ્રશ્યો સામે આવતા હોય છે..ત્યારે વધુ એક સીસીટીવી ફૂટેજ જુનાગઢ સોશિયલ મીડિયામાં હાલ ફરતા થયા છે જેમાં એક મહિલા દુકાનદારની નજર ચૂકવી દુકાનમાંથી સાડી લઈ પોતાના બેગમાં નાખતી નજરે પડે છે.અને ત્યાર બાદ પોતે દુકાનમાંથી નીકળી જાય છે.
આ સમગ્ર ઘટનાની જાણ તો ત્યારે થઈ જ્યારે દુકાનનાદારે કીમતી સાડી બીજા ગ્રાહકને બતાવવા માટે શોધખોળ શરૂ કરી અને સીસીટીવી તપાસ્યા બાદ આ સમગ્ર ઘટના સામે આવી. સીસીટીવી માં સાડી ચોરતી મહિલાની વાસ્તવિકતા સામે આવતા દુકાનદારે પોલીસને જાણ કર્યા બાદ આ મહિલાની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.