હવામાન:3 દિ'માં 2.5 ડિગ્રી વધી ગરમી 41.5 ડિગ્રી થઇ

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જૂનાગઢમાં ફરી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં 2.5 ડિગ્રી વધીને ગરમીનો પારો 41.5 ડિગ્રીએ પહોંચ્યો છે. જોકે હજુ ગરમીનો પારો વધુ ઉંચે ચડીને 42થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યકત થઇ રહી છે. જૂનાગઢ શહેરમાં ગુરૂવારે 39 ડિગ્રી ગરમી હતી. આમ,પારો 40 ડિગ્રીની અંદર આવી જતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. જોકે, ગુરૂવાર બાદ ફરી ગરમીનો પારો ઉંચકાયો છે. છેલ્લા 3 દિવસથી ગરમી સતત વધી રહી છે.

ગુરૂવારે 39 ડિગ્રી રહ્યા બાદ ગરમી શુક્રવારે 40.5, શનિવારે 41 અને રવિવારે 41.5 ડિગ્રી રહી છે.જોકે, હજુ પણ ગરમીથી છૂટકારો મળે તેમ નથી. કારણ કે હજુ 42 થી 43 ડિગ્રી સુધી ગરમીનો પારો જઇ શકે છે. પરિણામે હજુ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. રવિવારે લઘુત્તમ 23.6, મહત્તમ 41.5 ડિગ્રી ગરમી રહી હતી. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને બપોર પછી 26 ટકા તેમજ પવનની ઝડપ 6.7 કિમી પ્રતિ કલાકની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...