સણસણતા સવાલો:1994માં મનપામાં ફરજમાં હતા ત્યારે ડિગ્રી કઇ રીતે મેળવી?

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે મનપાના સેક્રેટરીની ડિગ્રી સામે સણસણતા સવાલો

જૂનાગઢ મનપાના સેક્રેટરીની ડિગ્રી સામે સવાલ ઉઠયા છે. ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના રજીસ્ટ્રારને પત્ર પાઠવ્યો છે. પત્રમાં આક્ષેપ સાથે જણાવાયું છે કે,જૂનાગઢ મનપાના સેક્રેટરી કલ્પેશભાઇ ટોલીયાએ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રારની પોસ્ટ ઉપર સર્વિસ કરવા અરજી આપી છે. ત્યારે એ વાતનું ખ્યાલ રહે કે, અરજી કરનાર માત્ર ક્લાર્ક દરજજાના કર્મચારી છે. જેની પ્રથમથી જ નિમણુંક ગેરબંધારણીય છે. તેમને બરતરફ કરાયા બાદ હાઇકોર્ટના હુકમથી પરત લેવાયા છે. પરંતુ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આ કર્મચારીને બરતરફ કરવા માટે નિયમ મુજબ પ્રક્રિયા કરાઇ નથી.

જેથી નિયમ મુજબ પ્રક્રિયા કરી બરતરફ કરવા. જ્યારે સેક્રેટરી તરીકેનું પ્રમોશન પણ રાજકીય વગના જોરે તેમજ આર્થિક લાભ લઇને અપાયેલ છે. જોકે, સેક્રેટરીની નિમણુંકને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તેમને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં નોકરી માટેનો રેફરન્સ પણ કૌભાંડમાં સસ્પેન્ડ કમિશ્નરને આપ્યો હતો. કલ્પેશ ટોલીયાએ 1994માં લો ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે ત્યારે તે મનપામાં ફરજ પર હતા! ત્યારે ડિગ્રી મેળવવા કરેલ અભ્યાસની હાજરી, ફરજ સમયની હાજરીની ચકાસણી કરવામાં આવે તો ડિગ્રી બાબતે પણ સત્ય બહાર આવી શકે તેમ છે. ત્યારે આ કર્મચારીની નિમણુંક, પ્રમોશન અને ડિગ્રી, સીઆર રિપોર્ટ બાબતે તપાસ કરી બાદમાં આગળની કાર્યવાહી કરવા રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...